તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુતિયાણા ખાતે ચણાની ખરીદી વખતે જ કોન્ટ્રાકટરના મજૂર ન આવતા મજૂરોનું કામ ખેડૂતોએ કરવું પડ્યું હતું. શાંજે 5 વાગ્યા સુધીમાં 30 ખેડૂતો માંથી માત્ર 6 ખેડૂતના ચણા જોખાયા હતા.સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ છે ત્યારે કુતિયાણા ખાતે ભારત મીલ ખાતે ચણાની ખરીદી કરવામાં આવે છે. ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવે છે ત્યારે સોમવારે 40 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા અને 30 જેટલા ખેડૂતો પોતાના ચણા લઈને આવ્યા હતા. કેટલાક ખેડૂતો તો વહેલી સવારથી આવી ને બેઠા હતા.
આ કુતિયાણા કેન્દ્ર ખાતે ખેડૂતોને તકલીફ ન પડે તે માટે 2 કાંટા રાખવામાં આવ્યા છે. પરંતુ સોમવારે સવારે કોન્ટ્રાક્ટરના 4 મજૂરો કેન્દ્ર ખાતે આવ્યા જ ન હતા. જેથી ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડી છે. ખેડૂતો મજૂરોની રાહ જોઇને આકરા તાપમાં બેઠા રહ્યા હતા અને આખરે કંટાળી ખેડૂતોએ જાતે જ મજૂરોનું કામ શરૂ કરી ચણા ભરવાની મજૂરી કરી કેન્દ્ર ખાતે મદદ પુરી પાડી હતી છતાં શાંજે 5 વાગ્યા સુધી માત્ર 6 ખેડૂતના ચણા જોખાયા હતા. કોન્ટ્રાકટરના મજૂરો એકાએક કહ્યા વગર હાજર ન થતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તસવીર - નાગેશ પરમાર
ખેડૂત સવારે 5 અને 7 વાગ્યે આવી ગયા હતા
કુતિયાણા ખાતે ટેકાના ચણાની ખરીદી માટે ખેડૂતોને બોલાવવામાં આવતા જમરા ગામના અરજનભાઈ ભોગેસરા નામના ખેડૂત 16 કિમિ દૂરથી પોતાના ચણા લઈને સવારે 5 વાગ્યે પહોંચી ગયા હતા. જ્યારે મોડદર ગામથી ભીમભાઈ મોડેદરા નામના 65 વર્ષીય ખેડૂત પણ 23 કિમિ દૂરથી કુતિયાણા કેન્દ્ર ખાતે સવારે 7 વાગ્યે આવી પહોંચ્યા હતા. અને શાંજે 5 સુધી તેમનો વારો આવ્યો ન હતો.
મજૂરોની સમસ્યા દૂર થશે : અધિકારી
હાલ કોન્ટ્રાકટર પાસે મજૂરોની અછત છે. અને મળતા નથી. મજૂર ચાલ્યા ગયા અંગેની જાણ થઈ છે જેથી કોન્ટ્રાક્ટરને જાણ કરી છે. તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ થઈ જશે જેથી ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ જશે. > વિવેક ટાંક, પુરવઠા અધિકારી, પોરબંદર
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.