તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક વિતરણ:કુતિયાણા પોલીસ અને પાલિકા દ્વારા માસ્કના દંડને બદલે વેપારીઓને માસ્ક વિતરણ કર્યા

કુતિયાણા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સામાજિક અંતર જાળવવા અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો

કુતિયાણા પોલીસ અને પાલિકા દ્વારા માસ્કના દંડને બદલે વેપારીઓને માસ્ક વિતરણ કર્યા હતા અને સામાજિક અંતર જાળવવા તેમજ સેનીટાઇઝર નો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. કુતિયાણા શહેરમાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે કુતિયાણા પોલીસ અને કુતિયાણા પાલિકાના સહયોગથી માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યું હતું.

ઘણા લાંબા સમય પછી કુતિયાણામાં કોરોનાનો કેસ આવતા કુતિયાણા પોલીસે સાવચેતીના પગલે નવી ઝુંબેશ હાથ ધરી છે જેમાં કુતિયાણા પાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા દ્વારા માસ્ક આપવામાં આવ્યા હતા. પોલીસ અને પાલિકાની ટીમે કુતિયાણા તમામ વેપારીઓને વિનામૂલ્યે માસ્ક અપાયાહતા. કુતિયાણાના સ્લમ વિસ્તારોમાં ચૂનારાવાસ, કાનાકુવા તેમજ ઝુપડપટ્ટીમાં પણ માસ્ક નું વિતરણ તેમજ કુતિયાણા પોલીસે નેશનલ હાઈવે પર પણ વાહન ચેકિંગ દરમિયાન વિના મૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

પોલીસે દંડ બદલે માસ્ક આપતા લોકોમાં આ પ્રયોગથી ખુશી જોવા મળી હતી. પીએસઆઇ ગરચર અને પોલીસ સ્ટાફે લોકો પાસે સપથ લેવડાવ્યા હતા કે ઘરની બહાર માસ્ક પહેરીને જ નિકડશું. આ ઉપરાંત લોકોને સામાજિક અંતર જાળવવા તથા સેનિટાઈઝરનો ઉપીયોગ કરવા અનુરોધ કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો