તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકાસ્પદ મોત:ધ્રુવાળાના ખેતરમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો

કુતિયાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકની ઉંમર અંદાજે 40થી 45 વર્ષ હોવાનું પ્રાથમિક તારણ

કુતિયાણાના ધ્રુવાળા ના ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહના પીએમ બાદ મોતનું કારણ સામે આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.

કુતિયાણાથી ધ્રુવાળા રસ્તા પાસે આવેલ એક ખેતરમાં મૃતદેહ હોવાની જાણ થતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરતા મૃતદેહ પુરુષ પાસેથી કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા. આ પુરુષના મૃતદેહની તપાસ કરતા મોતનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું ન હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતદેહનું પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે. આ અજાણ્યા પુરુષના મૃતદેહની ઉંમર અંદાજે 40 થી 45 હોવાનું જાણવા મળે છે. પોલીસે મૃતદેહની ઓળખ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...