રજુઆત:ઘેડ વિસ્તારમાં ચણાના પાકમાં હવાઈ માર્ગે દવાનો છંટકાવ કરો, કુતિયાણા તા.પં. પ્રમુખની મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત

કુતિયાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુતિયાણા તાલુકાના ઘેડ વિસ્તારમાં રવી સીઝનના ચણાના પાકમાં હવાઈ માર્ગ દ્વારા દવાનો છંટકાવ કરાવવામાં આવે તેવી કુતિયાણા તાલુકા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે. કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઇ વજશીભાઈ પરમારએ મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર દ્વારા રજુઆત કરી છે કે કુતિયાણા તાલુકાના ઘેડ વિસ્તારના ગામોમાં ચાલુ વર્ષમાં અતિવૃષ્ટિ થી ખરીફ પાકો નિષ્ફળ ગયેલ છે. જેથી ખેડૂતોને ખેતી પાકમાં ભારે નુકસાની થયેલ છે. હાલ રવી પાકમાં 95 ટકા ચણાનું વાવેતર થયેલ છે જે રવી સીઝનનો ઘેડ વિસ્તારનો મુખ્ય પાક હોય અને ચણાના પાકમાં ઉગતાની સાથે જ ઈયળ નો ઉપદ્રવ શરુ થાય છે.

જેના કારણે ઉત્પાદન નિષ્ફળ જવાની શક્યતા રહે છે. ઘણા વર્ષો પહેલા રાજ્ય સરકાર દ્વારા હેલિકોપ્ટર દ્વારા હવાઈ માર્ગે ઈયળની દવાનો છંટકાવ કરવામાં આવતો હતો આ વર્ષે ખેડૂતો તરફથી હવાઈ છંટકાવ રાજ્ય સરકાર દ્વારા થાય એવી માંગણી હોય જેથી ચણા રવી પાકમાં મુખ્યત્વે ડીસેમ્બર મહિનાથી લઈને જાન્યુઆરીની શરૂઆતના દિવસોમાં હવાઈ દ્વારા છંટકાવ કરવામાં આવે તો ચણાનું ઉત્પાદન મોટું થઈ શકે અને નાના ખેડૂતોને ખર્ચ ન થાય તેમજ ચણાના પાકમાં નુકશાન ન થાય અને ઉત્પાદન પણ વધી શકે જેથી ચાલુ વર્ષે એટલે કે ડીસેમ્બર 2020 તથા જાન્યુઆરી 2021 માં હેલિકોપ્ટર મારફત દવાનો છંટકાવ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...