તાકીદે સમારકામ કરવા માગ:મહિયારી ગામ નજીક પુલિયું અતિ જોખમી, પુલીયા પરથી પસાર થતાં દરરોજના 400 લોકો પર તોળાતુ જીવનું જોખમ

કુતિયાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમિઆઇ મંદિર તરફ જતાં વાડી, સીમ વિસ્તારનો આ પુલ 5 વર્ષથી જર્જરીત

કુતિયાણાના મહિયારી ગામ નજીક પુલિયુ જર્જરિત બની ગયું છે. જેથી આ બિસ્માર પુલિયુ તૂટી પડવાનો ભય રહેલો છે. જિલ્લાના કુતિયાણા તાલુકાના મહીયારી ગામ નજીક રસ્તા વચ્ચે પુલિયુ આવેલ છે. આ પુલિયુ અતિ બિસ્માર હાલતમાં છે. પુલિયા મા નીચેથી લોખંડ દેખાઈ રહયા છે અને ખાવાઈ ગયું છે જેથી અતિ જર્જરિત સ્થિતિ જોવા મળે છે.

પુલિયા પસાર કરવામાં વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે. અહીં નજીકમાં 3 ડેરી તરીકે પ્રખ્યાત મંદિર આવેલ છે. કમીઆઇ માતાજીના મંદિર ખાતે ટૂક સમય માં બારપોરા પાઠ નું આયોજન કરાયું છે ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકો ધાર્મિક પ્રસંગનો લાભ લેવા આવશે તે વખતે તે રસ્તા ની વચ્ચે જોખમી પુલિયું આવેલ હોવાથી ધરાશાયી થવાની સંભાવના રહેલી છે.

આથી કોઈ મોટી જાનહાની થાય તે પહેલા આ પુલિયુ થવાની શક્યતા હોય ત્યારે આ જર્જરિત પુલિયાનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેવી પોરબંદર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, કેશુભાઈ પરમાર સહિતના કોંગ્રી આગેવાનોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે અને તાકીદે સમારકામ અથવા બાજુ માથી ડાયવર્ઝન કરાવી આપો એવી માંગ કરી છે. જો ડાયવર્ઝન નઈ કરવામાં આવે અને માનહાની થશે તો જવાબદારો સામે કોર્ટ મા ફરિયાદ કરવામાં આવશેે.

અન્ય સમાચારો પણ છે...