તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:દિલ્લીમાં બજરંગળદના કાર્યકર રીંકુ શર્માની હત્યાની ઘટનાને લઈને રોષ

કુતિયાણા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કુતિયાણા મામલતદારને આવેદન પાઠવાયું

દિલ્લીમાં બજરંગળદના કાર્યકર રીંકુ શર્મા પર જીવલેણ હુમલો કરનાર અસામાજિક તત્વોને પકડી સજા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દ્વારા કુતિયાણા મામલતદારને આવેદન પાઠવ્યું છે.

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણ કાર્ય માટે નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દિલ્લીના મંગોલપૂરીના કાર્યકર્તા રીંકુ શર્મા પણ અન્ય રામભક્તો સાથે નિધિ સંગ્રહ અભિયાનમાં દરરોજ સાથે જતા હતા. આ અભિયાનમાં કામ ન કરવા કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમને ધમકાવવામાં આવતા હતા જેની ફરિયાદ સંબંધિત ચોકીમાં કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરી ન હતી.

ગત તારીખ 10 ફેબ્રુઆરીના રોજ રીંકુ શર્મા તેના ભાઈ સાથે નિધિ સંગ્રહ માટે ગયા હતા અને ઘરે આવ્યા ત્યારે 10 વાગ્યે આ વિસ્તારના અસામાજિક તત્વો સાથે મહિલા પણ રીંકુના ધરે ઘુસી ગયા હતા અને પરિવાર પર હુમલો કર્યો હતો અને ઘાયલ રીંકુને હોસ્પિટલે દાખલ કરવામાં આવતા હુમલાખોર તત્વો હોસ્પિટલે પહોંચી પરિવારજનોને ધમકાવી ઘાયલ રીંકુ પર જીવલેણ હુમલો કરી હત્યાની ઘટનાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ રોષ વ્યકત કરી આ ઘટનાના આરોપીઓને પકડીને સજા કરવાની માંગ સાથે કુતિયાણા મામલતદારને આવેદન પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો