તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતૃ તર્પણ:સોમવતી અમાસના દિવસે ભાવિકોએ પિતૃ તર્પણ કર્યું

કુતિયાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોકરણ ખાતે બહોળી સંખ્યામાં લોકોએ પીપળાની પૂજા કરી

સોમવતી અમાસના દિવસે લોકોએ પીપળે પાણી રેળી પિતૃ તર્પણ કરી પૂજા કરી હતી. શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમવતી અમાસનું અનેરું મહત્વ રહ્યું છે. કુતિયાણાના ગોકરણ ખાતે અનેક શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ કરે છે. આ જગ્યા મહત્વ ધરાવે છે. અમાસના દિવસે ગોકરણ ખાતે પ્રાચીન મેળો ભરાય છે પરંતુ કોરોનાને પગલે સાવચેતીના ભાગરૂપે અમાસના દિવસે ભરાતો પ્રાચીન મેળો મામલતદાર દ્વારા રદ કરવામાં આવ્યો હતો. અહીં ગોપેશ્વર મહાદેવ મંદિરે પ્રાચીન પીપળો આવેલો છે. લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે.

સોમવતી અમાસના દિવસે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પિતૃતર્પણ કરી મોક્ષની પ્રાર્થના કરી હતી. અહીં આવેલ કુંડમાં સ્નાન કરવાનું પણ મહત્વ હોય જેથી બહેનોએ કુંડમાં સ્નાન પણ કર્યું હતું. અગરબત્તી ધૂપ દીવા અને નારિયેળના પુજાપા સાથે ભક્તિભાવ પૂર્વક પિતૃઓના મોક્ષની પ્રાર્થના કરી હતી. સવાર થી ગોકરણ ખાતે મોટી સંખ્યામાં લોકોની હાજરી રહી હતી ત્યારે કુતિયાણા પોલીસે પણ અહીં સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોલીસ બંદોબસ્ત ફાળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...