પ્રથમ વખત ચૂંટણી:મિત્રાળા ગામે આઝાદીના 73 વર્ષ બાદ પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી

કુતિયાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર વખતે ગ્રામજનો પસંદગી પામેલ એક વ્યક્તિને સરપંચ તરીકે બિન હરીફ ચૂંટતા હતા

પોરબંદર તાલુકાના મિત્રાળા ગામ કે જ્યાં આઝાદીના 73 વર્ષ બાદ પહેલી વખત ચૂંટણી યોજાઈ છે. આ ગામમાં બે યુવાનોએ ઉમેદવારી નોંધાવી હતી. પોરબંદર તાલુકાનું મિત્રાળા ગામ એક એવું ગામ છે કે જ્યાં આઝાદીના સાત દાયકા બાદ પણ પંચાયત માટેની ચૂંટણીનું કયારેય આયોજન થયું ન હતું. અહીં ગ્રામજનોની સમજણ અને આયોજનના કારણે દર વખતની ચૂંટણી સમયે ગ્રામજનો દ્વારા પસંદગી પામેલ એક વ્યકિત બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાઈ આવતા હતા. ગ્રામ પંચાયતની જ્યારે પણ ચૂંટણી આવે, આ ગામના લોકો એકત્રીત થતા અને સરપંચ તરીકે એક વ્યકિતની નિમણુંક કરવામાં આવતી.

આ ગ્રામજનોએ આઝાદી બાદ સાંસદ, ધારાસભા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે મતદાન કર્યું છે, પરંતુ કયારેય પોતાના સરપંચ માટે મતદાન કર્યું જ ન હતું. ત્યારે આ પહેલી વખત બે નવયુવાનોએ ઉમેદવારી નોંધાવતા સરપંચની ચૂંટણીમાં મતદાન થયું છે. વહેલી સવારથી મિત્રાળા ગામમાં પ્રથમ મતદાનને લઈને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળતો હતો. ગ્રામજનો મોટી સંખ્યામાં સવારથી જ મતદાન માટે પહોંચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...