આક્રોશ:કુતિયાણાના ટીડીઓની સહિ ના વાંકે અનેક બાળકો એડમિશનથી વંચિત

કુતિયાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓને 4 દિવસથી ધક્કા ખવડાવતા ટીડીઓ સામે આક્રોશ, ઉચ્ચ અધિકારીઓ ચૂંટણી કાર્યમાં વ્યસ્ત
  • ટીડીઓને સત્તા હોવા છતાં સહિ સિક્કા કરવા નનૈયો ભણ્યો​​​​​​​

જવાહર નવોદય વિદ્યાલયમાં વેઈટિંગ માં રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ફોર્મમાં કુતિયાણાના ટીડીઓની સહી ના વાંકે અનેક બાળકો એડમિશન લેવાથી હાલ વંચિત રહ્યા છે. સહી કરવાની સત્તા હોવા છતાં ટીડીઓએ સહી કરવા નનૈયો ભણ્યો હોવાથી વાલીઓ 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે.

કેટલાક કહેવાતા અધિકારીઓ પોતાની સત્તાનો સામાન્ય લોકો સામે તુંડ મિજાજ બતાવતા હોવાનું હાલના સમયમાં પણ ચાલી રહ્યું છે. જેનો કડવો અનુભવ કુતિયાણા પંથકના વાલીઓને થયો છે. પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલય ખાતે ડમી છાત્રોને કાઢી મૂકતાં તેની જગ્યાએ વેઇટિંગ લિસ્ટમાં રહેલા છાત્રોને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

અને ગ્રામ્ય વિસ્તારના છાત્રોના ફોર્મમાં ટીડીઓ ના સહી સિક્કા મરાવવા નું ફોર્મમાં જ જણાવેલ હોવાથી કુતિયાણા પંથકના વાલીઓ જ્યારે કુતિયાણા ટીડીઓ પાસે ગયા ત્યારે તેઓએ વાલીઓને એવું જણાવ્યું હતુંકે, મારી સહી નહિ પરંતુ મામલતદારની સહીની જરૂર પડે છે.

આથી વાલીઓ મામલતદાર પાસે પહોંચ્યા ત્યારે મામલતદારે જણાવ્યું કે, ફોર્મ માં સ્પષ્ટ લખેલ છેકે, ગ્રામ્ય વિસ્તાર માટે ટીડીઓ ની સહી કરવાની થાય છે. જેથી છાત્રોના વાલીઓ ફરીથી ટીડીઓ પાસે ગયા હતા પરંતુ ટીડીઓ દ્વારા સહી સિક્કા કરવાનો ઇન્કાર કરી દેતા વાલીઓ છેલ્લા 4 દિવસથી ટીડીઓ કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ ટીડીઓ પોતાનું મનસ્વી વર્તન કરી વાલીઓને ફોર્મમાં સહી સિક્કા ન મારતા છાત્રો પ્રવેશ થી વંચિત રહ્યા છે. વાલીઓને છેલ્લા 4 દિવસથી ધક્કા ખવડાવવામાં આવતા આખરે વાલીઓએ ટીડીઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

ટીડીઓ ગુસ્સે થયા હતા
કુતિયાણાના ટીડીઓ આ બાબતે વાલીઓને ધક્કા ખવડાવે છે અને રેવન્યુ વિભાગમાં જવાનું કહે છે. વાલીઓએ ત્રણ માસ પહેલાના ફોર્મ જેમાં ટીડીઓ એ સહી સિક્કા કરેલ બતાવ્યા હતા ત્યારે ટીડીઓ ગુસ્સે થયા હતા અને મારામાં સહી સિક્કા કરવાની સત્તા નથી તેવું જણાવ્યું હતું.

3 માસ પહેલા ટીડીઓએ ફોર્મમાં સહી કરી હોવાનો પુરાવો આપ્યો
વાલીઓને ફોર્મ માં ટીડીઓએ સહી કરવાનો નનૈયો ભણી દીધો હતો અને ફોર્મમાં ટીડીઓની સહી ની જરૂર ન હોય તેવું જણાવતા, વાલીઓએ 3 માસ પહેલા ટીડીઓ એ સહી કરેલ કાગળ પ્રૂફ તરીકે રજૂ કરતા ટીડીઓ ઉગ્ર બન્યા હતા અને વાલીઓને પોતાની ચેમ્બર માંથી બહાર કાઢી મુક્યા હતા.

ગરીબ વાલીઓને પરેશાન કરનાર ટીડીઓને ઈશ્વર માફ નહીં કરે : વાલી
4 દિવસથી ધક્કા ખાતા વાલીઓએ જણાવ્યું હતુંકે, ગરીબ છીએ અને ટીડીઓ કચેરીએ સવારે 10:30 વાગ્યે આવ્યા હતા અને બપોરે 4 વાગ્યે ચેમ્બર માં બોલાવી સહી સિક્કા કરવાની ના પાડી છે. છેલ્લા 4 દિવસથી આવું વર્તન જોવા મળે છે. બપોરે ભોજન કરવા ઘરે ગયા નથી અને બિસ્કીટ ખાઈને કલાકો વિતાવી છે. આ રીતે પરેશાન કરતા ટીડીઓને ઈશ્વર માફ નહિ કરે તેવું વાલીઓએ બળતા હ્રદયે જણાવ્યું હતું.

ફોર્મ ભરવાની છેલ્લી તા. 22 /11 છે
જવાહર નવોદય વિદ્યાલય ખાતે વેઇટિંગ લિસ્ટમાં નામ હોય તેવા બાળકોના પ્રવેશ માટેના ફોર્મ ભરવાની છેલ્લી તા. 22 નવેમ્બર છે. જો કુતિયાણા પંથકના છાત્રોને ફોર્મમાં ટીડીઓ સહી સિક્કા નહિ કરે અને તારીખ જતી રહેશે તો આવા બાળકો આ વિદ્યાલય ખાતે એડમિશન થી વંચિત રહી જશે તેવી વાલીઓને ચિંતા સતાવી રહી છે.

ટીડીઓ સામે કાર્યવાહી કરવા માંગ
નવોદય વિદ્યાલય ના ફોર્મ માં જણાવેલ છેકે ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે ફોર્મમાં સહી ટીડીઓ પાસે કરાવવી. અગાઉ ત્રણ માસ પહેલા ફોર્મમાં ટીડીઓ એ સહી સિક્કા કરેલ છે. તેના પુરાવા પણ આપ્યા છતાં સવાર થી બપોર સુધી ટીડીઓ વાલીઓને બેસાડી રાખે છે અને સતા હોવા છતાં ધક્કા ખવડાવી સહી કરતા નથી. વાલીઓ 2 કિમી પગપાળા ચાલી પ્રાંત અધિકારીને મળ્યા હતા અને તેઓએ કહ્યું હતુંકે હું ડીડીઓને કહી દઉં છે. બાદ વાલીઓ ફરીથી ટીડીઓ પાસે ગયા પરંતુ સહી ન કરી. ત્યારે આ ટીડીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ છે. > સુરેશ કડછા, સામાજિક કાર્યકર, કુતિયાણા

અન્ય સમાચારો પણ છે...