ભાદર નદીમાં ઘોડાપૂર:પોરબંદર જિલ્લામાં ભાદરના પાણીએ સર્જી તારાજી, 700 વિઘામાં કપાસનો પાક બળી ગયો

કુતિયાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુઓના મોત અને વાવેતર નિષ્ફળ થયાના દ્રશ્યો સામે આવ્યા

ભાદર નદીના પાણી ઓસરતા ઘેડ પંથકમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. પશુઓના મોત અને વાવેતર નિષ્ફળ થયાના દ્રશ્યો જોવા મળ્યા છે. પોરબંદર જિલ્લામાં રહીરહીને મેઘરાજાએ મહેર વરસાવી છે. તાજેતરમાં જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસ માંથી પાણી છોડવામાં આવતા ઘેડ પંથકમા પાણી ફરી વળ્યાં છે. ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવતા ભાદર નદીમા ઘોડાપૂર આવ્યા હતા અને ભાદર નદી બે કાંઠે વહી હતી. ભાદર કાંઠાના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. હાલ ભાદર નદીનું પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.

ઉપરવાસ માંથી પાણી છોડવામાં આવતા ઘેડ પંથકના ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા. ઘેડ પંથકમાં પશુપાલકો પશુના ચારા માટે ચિંતિત બન્યા છે જ્યારે કેટલાક પશુપાલકોના પશુઓ પાણીમાં તણાયા હતા. પાણી ઓસરતા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેટલાક પશુઓના મોત થયા છે. હાલ પણ ખેડૂતો અને પશુપાલકો પોતાના ઢોરના ઘાસચારા માટે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તો બીજીતરફ ઘેડ બેટમાં ફેરવતા પશુઓ તણાઈ જતા પશુઓના મોત થયા છે.

આ ઉપરાંત ઘેડ પંથકમાં પાણી ફરી વળતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. પાણી ઓસરતા ખેડૂતોએ ખેતરમાં તપાસ કરતા પાકને નુકશાન થવાનું સામે આવ્યું છે. કેટલાક ખેડૂતોએ પાણી ઓસરતા મગફળી પાકી ન હોય અને મગફળીનો પાક નિષ્ફળ જતા મગફળી ઉપાડી લીધી છે. જેથી ખેડૂતોને પાક નિષ્ફળ અંગે સર્વે કરી સહાય ચુકવવામાં આવે તેમજ પશુના મૃત્યુ થતા નુક્શાની અંગેની સહાય આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

ભારે વરસાદ અને ઉપરવાસ માંથી ભાદર અને ઓઝતનું પાણી આવતા ઘેડ પંથક પાણી પાણી થયો હતો. હાલ ઉપરવાસ માંથી પાણીની આવક ઘટી છે અને પાણી ઓસરી રહ્યા છે. ગ્રામ્યના માર્ગો ચાલુ થઈ રહ્યા છે. સર્વે ટીમ સર્વે કરશે. પશુ મૃત્યુ અને પાક ની નુક્શાનીનો સર્વે કર્યા બાદ સહાય ચુકવવામાં આવશે. > અશોક શર્મા, જિલ્લા કલેકટર, પોરબંદર

અન્ય સમાચારો પણ છે...