તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:કુતિયાણામાં આખલા યુદ્ધે ચઢતા દુકાન, પાર્કિંગ કરેલ બાઇકને નુકસાન પહોંચ્યું

કુતિયાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખલાનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો : વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી નહીં

કુતિયાણા શહેરમાં અવારનવાર રખડતાં આખલાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. કુતિયાણા શહેરમાં ટાવર ચોક ખાતે બપોરના સમયે બે આખલા વચ્ચે યુદ્ધ ખેલાયુ હતું અને આખલા યુદ્ધના કારણે વેપારીઓની દુકાનમાં નુકસાન થયું હતું. સાથો સાથ દુકાનમા ખરીદી કરવા આવેલા ગ્રાહકોના પાર્કિંગ કરેલ બાઇકોને પણ નુકશાન થયું હતું. આખલાઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. છાસવારે આખલાઓ યુદ્ધે ચડતા ભુતકાળમાં અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. અને કેટલાક વ્યક્તિઓને આખલાના કારણે ગંભીર ઇંજા પહોંચતા મોતને ભેટ્યા હતા.

આખલા યુદ્ધના કારણે વેપારીઓ અને ગ્રાહકોને આર્થિક નુકશાન થયું હતું. વેપારીઓએ જણાવ્યું હતું કે આખલાના ત્રાસ અંગે તંત્રને વારંવાર રજુઆત કરી છે પરંતુ નિરાકરણ આવ્યું નથી. જેથી વહેલી તકે કુતિયાણા ખાતે તંત્ર દ્વારા આખલા પકડવા ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...