પાક ધોવાયો:કુતિયાણાની ભાદર નદી કાઠાનાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું

કુતિયાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારમાં સહાયમાં વધારો કરાવવા ધારાસભ્યનું આશ્વાસન

ઉપરવાસમાં ભારે વરસાદને લઇને ભાદર નદી ગાંડીતૂર બની હતી તેને કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું હતું ત્યારે ધોરાજીના ધારાસભ્ય દ્વારા ભાદર યાત્રા કાઢવામાં આવી હતી અને ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવવામાં આવ્યો હતો.

ભારે વરસાદને લઇને વેણુ તથા ભાદર તેમજ મોજ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને કારણે ઘેડ વિસ્તાર સહિત ચૌટા, માંડવા, થેપડા ગામના ખેડૂતોનો પાક ધોવાય ગયો સાથે જમીન પણ પાણીમાં ગરકાવ થઇ જતા આજ રોજ ધોરાજી વિસ્તારના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ભાદર નદી તેમજ કાંઠા વિસ્તારના ખેડૂતોની મુલાકાત કરી હતી. ધારાસભ્ય દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ મુદ્દો અમે સરકાર ઉઠાવશું અને મુખ્યમંત્રી સહિત નેતા મળી અને નિવારણ આવે તેવું કરશુ.

અન્ય સમાચારો પણ છે...