તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:પાક ધિરાણ માટે ખેડૂતોની લાઈન લાગી

કુતિયાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુતિયાણાની બેંકમાં ખેડૂતોનો ધસારો સામાજિક અંતરનો અભાવ : આખરે 3 કાઉન્ટર શરૂ કરાયા

કુતિયાણાની બેંકોમા પાક ધિરાણ બાબતે ખેડૂતો સવારથી પહોંચી ગયા હતા અને બેંકમાં લાઈનો લાગી હતી. આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાને જાણ થતા તેઓ કુતિયાણા ખાતે દોડી ગયા હતા અને કોંગ્રેસના કાર્યકરોને સાથે રાખી બેંકોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોનો ધસારો જોય આ અંગે બેંકના મેનેજર સાથે વાત કરી સૂચન આપી વધારે કાઉન્ટર ખોલી વ્યવસ્થા કરવા રજુઆત કરી હતી.

જેથી બેંક દ્વારા તાકીદે 3 કાઉન્ટર ચાલુ કરાવી આપ્યા હતા જેથી ખેડૂતોનો ધસારો ઓછો થયો હતો. આ તકે નાથાભાઇએ ખેડૂતોને માસ્કનું વિતરણ કર્યું હતું. અને જણાવ્યું હતું કે પાક ધિરાણમા નવા જૂનું કરવા બાબતે ખેડૂતોને હાલાકી પડતી હતી જેથી ખેડૂતોને ટોકન આપવામાં આવે તેવી પણ મેજેનરને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...