કુતિયાણાના મોડદર ગામે વાડી વિસ્તાર અને સ્થાનિકો રોષે ભરાયાં છે અને રોડ નહિ તો વોટ નહીં તેમ જણાવી પોતાનો બળાપો ઠાલવ્યો છે. અહીથી પસવારી - કુતિયાણા સુધી જવા માટે નદી પસાર કરવી પડે છે. 5 જેટલા તરાપા રાખવામાં આવ્યા છે અને લોકો દોરી પકડી તરાપા વડે માર્ગ પસાર કરે છે. કુતિયાણાના મોડદર ગામે વાડી વિસ્તાર અને સ્થાનિકો દાયકાઓથી જીવના જોખમે નદી પસાર કરે છે. મોડદર ગામેથી વાડી વિસ્તાર સહિતના સ્થાનિકો દાયકાઓથી ભાદર નદી માંથી પસાર થઈ રહ્યા છે.
પસવારી - કુતિયાણા જવા આવવા માટે રાજાશાહી વખતથી રસ્તો આવેલ છે પરંતુ આ રસ્તો નદીમા ગરકાવ થઈ જાય છે જેથી આ વિસ્તારના લોકોએ નદી પાર કરવા માટે 5 જેટલા તરાપા બનાવ્યા છે અને એક દોરી રાખી છે. લોકો આ દોરી પકડી તરાપા માં બેસી માલ સામાન લઈને આવ જાવ કરે છે.
જો જરા પણ ચૂંક થાય તો લોકો પાણીમાં ગરકાવ થઈ શકે છે. આમ જીવના જોખમે રસ્તો પસાર કરવો પડે છે. સ્થાનિકોએ પુલ બનાવવા અને રસ્તો બનાવવા અનેકો વખત ઉચ્ચ અધિકારીઓ થી માંડીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
પાકા રસ્તે જવા માટે 22 કિમીની પરિક્રમા
મોડદર ગામેથી કુતિયાણા પાકા રસ્તે જવાનું થાય તો અહી 22 કિમીનું લાંબુ અંતર કાપીને કુતિયાણા પહોંચી શકાય છે. જેથી લોકો નદી માંથી તરાપા વડે દોરી પકડી પસાર થાય છે.મોડદર ગામે વાડી વિસ્તારમાં ખેતરમાં પાક તૈયાર થાય ત્યારે આગળના ખેતરમાંથી પસાર થવું પડે છે અને જો આગળના ખેતર વાળા ના પાડે તો પાક પોતાના ખેતરમાં જ અટવાયેલો રહે છે. આ વાડી વિસ્તાર તેમજ અન્ય સ્થાનિકો નદી માંથી તરાપા વડે પસાર થાય છે. રોજના 1500 લોકો આ તરાપા વડે અવર જવર કરે છે.
અંચેલી ગામે પણ ટ્રેન સ્ટોપેજ નહીં તો વોટ નહીં
નવસારી ભાજપના ઉમેદવાર અંચેલી ગામે ટ્રેનના સ્ટોપેજ બાબતે બહિષ્કારના બેનર મારતા તેમના સમાધાન બાબતે ગ્રામજનોને મળવા ગયા હતા. લોકોએ 11 માસ નો ગુસ્સો ઠાલવી ભાજપના ઉમેદવાર અને પ્રમુખને હવે વાયદા નહીં પણ ટ્રેનના સ્ટોપેજ જ એજ અમારી આખરી માંગ કહીં ભાજપના નેતાઓની બોલતી બંધ કરી દીધી હતી. તમે 6 માસ માટે અંચેલી રહેવા આવો અને કેવી મુશ્કેલીઓ અમે ભોગવીએ છીએ તે ભોગવો તેમ જણાવી ભાજપના નેતાઓને સ્થાનિકોએ પોતાના મતની તાકાત બતાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.