વિરોધ:ભાજપના કાર્યકરો કે આગેવાનોએ અમારા વિસ્તારમાં મત માંગવા પ્રવેશવું નહિ

કુતિયાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીંબી ગ્રામપંચાયત ખાતે માલધારી સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો, બેનર લઈ સૂત્રોચાર

માલધારી સમાજના પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા રોષ ભભૂકી ઉઠયો છે. ત્યારે ટીંબી ગ્રામપંચાયત ખાતે માલધારી સમાજ દ્વારા બેનર લઈ સૂત્રોચાર કર્યા હતા.પોરબંદર શહેરમાં માલધારી વસાહતો અને જોંક વિસ્તારોમાં બેનરો લગાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં રબારી, ભરવાડ, ચારણ, માલધારી સમાજ બેનરોમાં દર્શાવ્યું છેકે, ગીર બરડા, આલેચ, અનુ જાતિના દરજ્જા બાબતે તેમજ અન્ય 9 માંગણીઓ ભાજપ સરકાર દ્વારા ન સંતોષાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે આગેવાનોએ અમારા વિસ્તારમાં મત માંગવા પ્રવેશવું નહિ.

આવા બેનરો આ સમાજના વસાહતો અને જોંક વિસ્તારોમાં લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ પડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા આખરે રબારી, ભરવાડ, ચારણ અને માલધારી સમાજની સોસાયટી હોય, માલધારી સમાજની જોંક હોય, માલધારી સમાજના નેહડા હોય કે માલધારી સમાજની વસાહત હોય ત્યા એક બેનર લગાડવાની ઝુંબેશ ચાલી રહી છે.

ધારાસભ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ગમે ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા તારીખ જાહેર કરવામાં આવી શકે છે ત્યારે કુતિયાણા તાલુકાના ટીંબી ગ્રામપંચાયત ખાતે માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ગ્રામ પંચાયતમાં ચાર જેટલા નેસડા આવે છે જેમાં મોટી સંખ્યામાં માલધારીઓ વસવાટ કરે છે આ તમામ માલધારી સમાજના આગેવાનોએ આજે ગ્રામ પંચાયત ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો અને સૂત્રોચાર કર્યા હતા. સરકાર દ્વારા પડતર પ્રશ્નોનુ નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

શું છે માંગણીઓ?
જ. મ. મલકાણ પંચે સર્વે કરી સમાજના 17551 વ્યક્તિ વિડીસી કાર્ડ આપ્યા હતા. તે કાર્ડ હાલની સરકાર માન્ય રાખતી નથી. આ કાર્ડ માન્ય રાખવા જોઈએ, સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં વિવિધ વિભાગોમાં વર્ગ 1 થી 4 સુધીના ઉમેદવારો પાસ થયા છે તેઓને ઓર્ડર આપ્યા નથી. ઉમેદવારોને ઓર્ડર આપવા જોઈએ, ગુજરાત માંથી ગૌચર ખુલ્લું કરવું, માલધારી વસાહત ઊભી કરવી જોઈએ, ગુજરાતમાં બધા બોર્ડ નિગમોમાં દર વર્ષે કરોડો રૂપિયાના ગ્રાન્ટ આપે છે તો ગૌપાલક નિગમ બોર્ડ ગ્રાન્ટ નથી આપતી તે ગ્રાન્ટ આપવી જોઇએ, માલધારીઓના વાડા કાયદેસર કરવા જોઈએ, દૂધના ભાવ વધારવા અને 1 લિટરે રૂ. 5 સબસિડી આપવી જોઇએ, ખોડ, કપાસિયા, ઘાસના ભાવ નિયંત્રણમાં લેવા જોઈએ સહિતની માંગણીઓ છે.

અન્ય સમાચારો પણ છે...