તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:કુતિયાણાના કવલકા ગામે આંગણવાડી અતિ જર્જરીત, તાકીદે રીનોવેશન હાથ ધરવા માંગ ઉઠી

કુતિયાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 વર્ષથી દરવાજો લટકી પડેલ હોવાથી પથ્થરોની આડશ મૂકવી પડે છે

કુતિયાણા તાલુકાના કવલકા ગામે આંગણવાડી અતિ જર્જરિત હાલતમાં છે. તાકીદે રીનોવેશન કામગીરી હાથ ધરવા માંગ ઉઠી છે. કૂતિયાણા તાલુકાના કવલકા ગામે આવેલી આંગણવાડી કેન્દ્ર અતિ જર્જરિત હાલતમાં છે. આ આંગણવાડી ખાતે બારી, દરવાજા સહિત જર્જરિત હાલતમાં જોવા મળે છે. આ આંગણવાડી છેલ્લા 15 વર્ષથી જર્જરિત છે અને છેલ્લા 7 વર્ષથી દરવાજો પણ લટકી ગયેલ જર્જરિત હોય જેથી આંગણવાડીના સંચાલક બહાર પથ્થરની આડશ મૂકી દરવાજો બંધ કરે છે. એક તરફ સરકાર ડીજીટલ ગુજરાત ની વાતો કરી રહી છે. ત્યારે આ આંગણવાડી જર્જરિત થયેલી છે.

છેલ્લા ઘણા સમયથી આ જર્જરિત આંગણવાડીમાં 50થી વધુ બાળકો આવે છે. હાલ કોરોનાને પગલે આંગણવાડી બંધ છે. આ આંગણવાડીમાં જીવજંતુ, બિલાડા કુતરાનો પણ ત્રાસ જોવા મળે છે. બાળકો સહિત આંગણવાડીની બહેનોને પણ ભય સતાવી રહ્યો છે. ગમે ત્યારે આંગણવાડી ધરાસાઈ થશે તો જીવનું જોખમ વચ્ચે બાળકો અને સંચાલકો જર્જરિત આંગણવાડીનો ઉપીયોગ કરતા હતા. હાલ પંચાયતના સભ્ય ભનુભાઈ ઓડેદરા દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે સરકાર આ જર્જરિત આંગણવાડીનું સમારકામ કરાવે.

જો આંગણવાડીનું સમારકામની કામગીરી હાથ નહીં કરાય તો ગ્રામજનો દ્વારા વિરોધ કરી અને આંગણવાડીને સંપૂર્ણપણે તાળાબંધી કરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ મુદ્દે કુતિયાણા તાલુકાના સી.ડી.એચ.ઓએ જણાવ્યું હતું કે આંગણવાડી ની મંજૂરી અમે ઉપર મોકલી આપેલી છે. હાલ જિલ્લા પંચાયતે કામગીરી ઠપ પડી છે, અમે લેખિત અને મૌખિક બંને રીતે જાણ કરેલી છે પરંતુ ત્યાંથી મંજૂરી આપ્યા બાદ આંગણવાડીના રીનોવેશન કે નવીનીકરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...