માંગ:કુતિયાણા તાલુકાના થેપડાં ઝાપા વિસ્તારમાં કેબીનના ડિમોલેશન બાદ એજ સ્થળે પર 2 દુકાનો ખડકી દીધી!

કુતિયાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા સરકારી જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી

કુતિયાણાના થેપડાં ઝાપા વિસ્તારમાં કેબિન ના ડિમોલેશન બાદ એજ સ્થળે 2 દુકાનો ખડકી દીધી છે. આ સરકારી જામીન પર થયેલ બાંધકામ તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કુતિયાણાના થેપડા ઝાપા વિસ્તારમાં વર્ષોથી એક કેબિન ધારક કેબિનમાં પાન,બીડી સહિતની ચીજો વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે સમયે આ કેબિન ધારકે પંચાયત અને પાલિકાને વેરો ભરતો હતો. બાદ 2015માં આ સ્થળે ડિમોલેશન કરી કેબિન હટાવવામાં આવી હતી. અને તત્કાલીન ડેપ્યુટી કલેકટર દ્વારા કેબિનનો કાટમાળ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

આ કેબિન ધારકને કુતિયાણા પાલિકા દ્વારા નોટીશ પણ આપવામાં આવી હતી. આ સ્થળે સરકારી જામીન પર ગેરકાયદેસર બાંધકામ હોવાનું જણાવી બાંધકામ દબાણ દૂર કર્યું હતું. બાદ થોડા વખતમાં કોઈ તત્વોએ દબાણ દૂર કર્યાંના સ્થળે 2 દુકાન બનાવી નાખી હતી અને હાલ આ દુકાનો ભાડે આપવામાં આવી છે અને આ દુકાનમાં લાઈટ માટેનું મીટર પણ છે.

જે સ્થળે કેબિન હતી તે સ્થળે ગેરકાયદેસર બાંધકામ છે તેમ કહી નોટીશ ફટકારી હતી અને બાદ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું એ જ સ્થળે બબ્બે દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે અને દુકાન ભાડે આપવામાં આવી છે ત્યારે આ શહેરનું આ દ્રશ્ય જોઈને કેટલાક લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. કાયદો બધાને માટે સરખો છે ત્યારે આ સરકારી જમીન પરનું બાંધકામને તંત્ર દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

કાયદો બધા માટે સરખો છે. સરકારી જમીન પર થયેલ દબાણ દૂર થવું જોઈએ. અધિકારીએ તટસ્થતા દાખવી કાર્યવાહી કરી દબાણ દૂર કરાવી સમાજને ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. - રામદેભાઈ વદર, સામાજિક કાર્યકર, કુતિયાણા

આ અંગે તપાસ કરવામાં આવશે અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. - પી. ડી.વાંદા, એસડીએમ, કુતિયાણા

અન્ય સમાચારો પણ છે...