તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુતિયાણાના રેવદ્રા ગામે સરકારના નિર્ણય ભંગ કરી શાળા શરૂ કરી દેવામાં આવી છે. ધો. 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વર્ગ શરૂ કરાયા હતા જેમાં કોવિડ ગાઈડલાઈનના પાલન નો અભાવ જોવા મળ્યો હતો. આચાર્યે એવો બચાવ કર્યો હતો કે સંમતિ માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે શાળાઓ બંધ હતી. અનલોક દરમ્યાન સરકારે ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ કરવાના નિર્ણય બાદ ધો. 9 અને 11ની શાળાઓ શરૂ કરી છે. બાદ સરકારે પ્રત્યક્ષ શિક્ષણ માટે ધોરણ 6થી8 ની શાળાઓ તા. 18 ફેબ્રુઆરીથી શરૂ કરવા નિર્ણય કર્યો છે. અને ધો.1 થી 5 ની શાળા શરૂ કરવા હજુ નિર્ણય લીધો નથી આમછતાં કુતિયાણા તાલુકાના રેવદ્રા ગામે આવેલ પ્રાથમિક શાળા ગઈકાલે બુધવારે શરૂ કરી દેવામાં આવી હતી.
સરકારના નિયમનો ભંગ કરી શાળા શરૂ કરી ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને બોલાવી વર્ગ શરૂ કરી દેવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે ધો.1 થી 5 ના વિદ્યાર્થીઓને શાળાએ આવવા નો સરકારે નિર્ણય પણ કર્યો નથી આમછતાં આ રેવદ્રા પ્રાથમિક શાળા શરૂ કરી દેવામાં આવી છે. એક વર્ગમાં સામાજિક અંતર જાળવ્યા વગર બાળકોને બેસાડી દેવામાં આવ્યા હતા.
શાળા શરૂ કરવા માટે વાલીઓની સંમતિપત્ર લેવો તેવો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ શાળાના સંચાલકોએ વાલીઓની સંમતિ લીધી નથી. અને વાલીઓને બદલે વિદ્યાર્થીઓને બોલાવી શિક્ષણ કાર્ય શરૂ કરી આચાર્યે એવું જણાવ્યું હતું કે સંમતિ માટે બોલાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે આ વિસ્તાર આસપાસ કેટલાક દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ માસ્ક વગર જોવા મળ્યા
રેવદ્રા ગામે પ્રાથમીક શાળા શરૂ કરી દેવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય, શિક્ષકોએ માસ્ક પહેર્યું ન હતું. તેમજ એક નાના વર્ગમાં 25 જેટલા બાળકોને માસ્ક પહેરાવ્યા વગર સામાજિક અંતર જાળવ્યા વગર બેસાડી દેવામાં આવ્યા હતા. આચાર્યે જણાવ્યું હતું કે માસ્ક અને સેનિટાઈઝર ભુલાઈ ગયા છે. કાલે આવી જશે.
શિક્ષકે માથે ઉભી છાત્રો પાસે સફાઈ કરાવી
કુતિયાણાના રેવદ્રા ગામે સરકારના નિયમનો ભંગ કરી શાળા શરૂ કરી દીધી હતી અને એક શિક્ષક વિધાર્થીઓ પાસે વર્ગોની સાફ સફાઈ કરાવતા નજરે ચડે છે.
કોરોના તો વિદેશમાં છે : આચાર્ય
રેવદ્રા પ્રાથમિક શાળાના આચાર્ય ખીમભાઈ પીઠીયાએ એવું જણાવ્યું હતું કે કોરોના વિદેશમાં છે અહીં ક્યાં કોરોના છે. બાળકો તેની રીતે આવ્યા છે. સંમતિ પત્રક અંગે પૂછતા આચાર્યે મૌન ધારણ કરી લીધું હતું.
આચાર્યને કારણદર્શક નોટિસ ફટકારી
સરકારી નિયમનું ઉલ્લંઘન કરી રેવદ્રા પ્રાથમિક શાળા શરૂ કરવાની વાત જાણમાં આવતા ટીપીઓને તપાસ આપી હતી અને એવું જાણવા મળ્યું હતું કે સંમતિ માટે વિધાર્થીઓને બોલાવ્યા હતા પરંતુ ખરેખર વિદ્યાર્થીઓને બોલાવવાના ન હોય, આચાર્યતો ભૂલ થઈ ગઈ તેમ માફી માંગતા હતા. આચાર્યને કારણ દર્શક નોટિસ ફટકારી આગળ કડક કાર્યવાહી કરવામાં આવશે. - કે. ડી. કણસાગરા, જિલ્લા શિક્ષણ અધિકારી, પોરબંદર
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.