કાર્યવાહી:કડેગી ગામેથી વિલાયતી દારૂની 9 બોટલો ઝડપાઇ

કુતિયાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 1 શખ્સની અટકાયત કરી, 1 ફરાર

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કડેગી ગામના રબારી કેડામાંથી પોલીસે 1 શખ્સને વિલાયતી દારૂની 9 બોટલો સાથે અટકાયત કરી હતી તથા આ શખ્સના 1 સાથીદારને પકડાવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કુતિયાણા તાલુકાના કડેગી ગામેથી પોલીસે સાંગા હાજા કોડીયાતર નામના શખ્સની તલાશી લેતા તેની પાસેથી વિલાયતી દારૂની 9 બોટલો કિંમત રૂ. 3375 મળી આવી હતી.

પોલીસે આ શખ્સની આગવી ઢબે પુછપરછ કરતા તેણે આ માલ તે જ ગામના ભીમા ડાયાભાઇ કોડીયાતર પાસેથી લીધો હોવાનું કબુલતા પોલે ભીમા ડાયાભાઇ કોડીયાતરની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આ બંને શખ્સો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના હે.કો. એચ. ડી. સીસોદીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...