તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:2 શખ્સે બાઇક પર આવી મહિલાના કાનમાંથી વેઢલાની ચિલઝડપ કરી

કુતિયાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૌટા હાઇવે પરનો બનાવ, પોલીસ ઘટના સ્થળે પહોંચી

ચૌટા હાઇવે પર એક મહિલા ઘરે જતી હતી તે દરમ્યાન 2 શખ્સે બાઇક પર આવી મહિલાના કાન માંથી સોનાના વેઢલાની ચિલ્ઝડપ કરી નાશી જતા આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કુતિયાણા તાલુકાના ચૌટા ગામે રહેતા રૂપીબેન અરસીભાઈ બેલા નામની 55 વર્ષીય મહિલા ચૌટા ચેકપોસ્ટ નજીક આવેલ તેની વાડીએ ગયા હતા અને વાડીએથી પરત તેના ઘરે આવતા હતા ત્યારે ચૌટા હાઇવે પર અજાણ્યા 2 શખ્સ બાઇક પર સવાર થઈ આવ્યા હતા અને આ મહિલાના બન્ને કાનમાં પહેરેલ સોનાના વેઢલાની ચિલ્ઝડપ કરી હતી જેમાં આ શખ્સોએ ચિલ ઝડપ કરતા મહિલાના એક કાનના સોનાના વેઢલા હાથમાં આવી જતા એક વેઠલુ અંદાજે અઢી તોલાના લઈને ચિલઝડપ કરી બાઇક પર નાશી છૂટયા હતા. આ મહિલાએ આ અંગેની જાણ પોલીસને કરતા કુતિયાણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ ચિલઝડપનો બનાવને પગલે એસઓજી અને એલસીબી સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ ચિલઝડપના બનાવને પગલે ભારે ચકચાર જાગી છે.

અન્ય સમાચારો પણ છે...