તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કુતિયાણા નજીક 2 ઊંટગાડી, લક્ઝરી બસનો અકસ્માત

કુતિયાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 નું ઘટના સ્થળ પર મોત , 1 ઉંટને ઇજા થતાં સારવાર અર્થે રાજકોટ ખસેડાયો

પોરબંદર જીલ્લાના કુતિયાણા પાસેના હાઇવે રોડ પર એક ટ્રાવેલ્સ બસે રોડ પરથી પસાર થતી ૨ ઊંટગાડીઓને હડફેટમાં લઇને અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક ઊંટને ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત થયુ હતુ તો અન્ય એક ઊંટ અને બન્ને ઊંટગાડીના ચાલકોને ઇજાઓ પહોંચી હતી.

કુતિયાણા તાલુકાના હામદપરા ગામે રહેતા રાજાભાઇ ઉગાભાઇ ટીંબા તથા રીણાભાઇ પોતાની ઊંટગાડીઓને લઇને કુતિયાણા પાસેના નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક એક ટ્રાવેલ્સ બસ નં.- GJ-03-BV-9599 ના ચાલકે આ બન્ને ઊંટગાડીઓને હડફેટમાં લેતા ઊંટગાડીઓમાં સવાર રાજાભાઇ ટીંબા તથા રીણાભાઇને ગંભીર ઇજાઓ થઇ હતી અને રાજાભાઇના ઊંટને વધુ ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતુ અને રીણાભાઇના ઊંટને ઇજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો