દુર્ઘટના:બાલોચ ગામમાં ઇલેક્ટ્રીક શોક લાગતા 1 મજૂરનું મોત

કુતિયાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં કામ કરતા 24 વર્ષિય યુવાનને શોક લાગ્યો
  • રાજકોટ​​​​​​​ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના બાલોચ ગામે ગત તા. 08-06-2022 ના રોજ સાંજના સમયે ખેતરમાં કામ કરતા 1 મજૂરને ઇલેકટ્રીક શોક લાગતા તેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન તેમનું ગત તા. 14-07-2022 ના રોજ દુ:ખદ મોત નિપજયું હતું.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર બાલોચ ગામે ગત તા. 08-06-2022 ના રોજ સાંજના સમયે સંજય જેતમાલભાઇ વાઢીયા નામનો 24 વર્ષીય યુવાન ઇલેકટ્રીક સાધનો વડે ખેતરમાં કામ કરતો હતો ત્યારે અચાનક તેને ઇલેકટ્રીક શોક લાગતા તેને સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સંજયભાઇનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન ગત તા. 14-07-2022 ના રોજ દુ:ખદ અવસાન થયું હતું. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના હે.કો. આર. જે. રાડાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...