તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકને નુકસાન:પાટણમાં પાકને નુકસાન કરવાની ના પાડી તો, ટ્રેકટર ચાલકે ખેડૂતને માર મારી મારી નાખવાની ધમકી આપી

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય રસ્તો હોવા છતાં ખેતરમાંથી ચાલતા બબાલ વાગદોડ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ

પાટણ ના સરસ્વતી તાલુકાના કાતરા ( સમાલ ) ગામે ખેડૂતને ગડદાપાટું નો માર મારમાર્યો ની ઘટના સામે આવી. ગામના હરીભાઇ નાગરભાઇ પટેલ ગઇકાલે સવારે તેમના પત્ની સાથે પોતાની ભેંસો માટે ચારો લેવા ખેતરે ગયા હતા . જ્યાં તેમના પાડોશી ખેતરમાં તેમનો ભત્રીજો રમેશભાઇ માવાભાઇ પટેલ તેનું ટ્રેક્ટર લઇ ફરીયાદીના ઘઉં વાળા ખેતર વચ્ચે થઇ નીકળતો હતો.તેને ટ્રેકટર રોકાવી કહ્યું 'ટ્રેક્ટર માટે ખેતરની બાજુમાં 10 ફૂટનો રસ્તો બનાવ્યો છે તો તમે ત્યાંથી ચાલતાં નથી ?' આવું કહેતા રમેશભાઇએ ઉશ્કેરાઇ જઇ હરીભાઇ સાથે ગાળાગાળી કરી તેમને નીચે પાડી દઇ ગડદાપાટુનો માર માર્યો હતો.

રમેશભાઇએ હરીભાઇને માર મારતાં તેમની પત્ની બબીબેને પણ તેનું ઉપરાણું લઇ ફરીયાદીને ગાળાગાળી કરી હતી. ફરીયાદીએ બુમાબુમ કરતાં તેમની પત્ની દોડી આવતાં બંનેએ જતાં - જતાં કહ્યું 'ટ્રેક્ટર તો અહીંયાથી જ નીકળશે . તારાથી થાય તે કરી લેજે , હવે પછી વચ્ચે પડીશ તો તને જાનથી મારી નાંખીશ' તેવી ધમકી આપી હતી . જેને લઇ હરીભાઇએ બે વ્યક્તિ સામે વાગદોડ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે .

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો