તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સિદ્ધપુરમાં મહિલાને મારવા મુદ્દે મહિલા PSI સસ્પેન્ડ

સિદ્ધપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ.મહિલાના પતિના પગે ઈજા થઈ. - Divya Bhaskar
ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ.મહિલાના પતિના પગે ઈજા થઈ.
 • બિંદુ સરોવર પાસે પ્રાથમિક શાળા પાસે દબાણ કરાતું હોવાની આચાર્યએ પોલીસમાં અરજી આપી હતી
 • મહિલા પીએસઆઈ આર.ડી. મકવાણા સામે પબ્લીક એન.સી દાખલ થતાં જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડનો આદેશ કર્યો

સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇએ શહેરના બિંદુ સરોવર પાસે પ્રાથમિક શાળાની બાજુમાં મકાનના બાંધકામના સ્થળે જઈ રહીશ મહિલાને માર મારતાં તેણીને પાટણ ખાતે જનતા હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે, આ મામલે રજૂઆત થતાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા મહિલા પીએસઆઇને સસ્પેન્ડ કરી દેવાયા છે.

બિંદુ સરોવર પાસે આવેલી કુમાર શાળા નં - 4 ની બાજુમાં છેલ્લા 50 વર્ષથી રહેતા ઠાકોર મંજુલાબેન વિજયજી મકાનનું બાંધકામ કરી રહ્યા છે. આ માટે તેઓએ સિદ્ધપુર નગર પાલિકામાં બાંધકામની પરવાનગી પણ માંગેલ હતી. પણ પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય મિહિરભાઈ ભરતભાઈ આચાર્ય દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે બાંધકામ બાબતે વાંધા અરજી કરી હતી, જે અરજીના આધારે ગત 20-03-2021 ના રોજ સાંજના 5 થી 6 વાગ્યાના સુમારે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઈ આર.ડી.મકવાણાએ મંજુલાબેનના ઘરે જઈને અપ શબ્દો અને ગાળો બોલી તેમની ગાડીમાં બેસાડતા મોઢાના ભાગે માર મારી ઘર ખાલી કરી દેવાની ધમકી આપી હતી.

મહિલા પી.એસ.આઈએ મંજુલાબેનને લોખંડની પાઈપ વડે ઢોર માર મારતા તેમને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બેભાન થઈ જતાં તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાટણની જનતા હોસ્પિટલમાં હાલમાં દાખલ કરાયા છે. આ અંગે મંજુલાબેન અને તેમના પતિ વિજયજી પ્રધાનજી ઠાકોર દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ કરતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મહિલા પીએસઆઈ આર.ડી.મકવાણાને સસ્પેન્ડ કરી સમગ્ર ઘટના અંગે સિદ્ધપુર ડીવાયએસપી સી.એલ.સોલંકી દ્વારા તપાસ સોંપાઈ છે.

મહિલાના પતિને પણ માર મારવામાં આવ્યો
મહિલાએ આક્ષેપ કર્યો હતો કે તેમના પતિને અગાઉ પોલીસે શનિવારે અટકાયત કરી જેલમાં પુર્યા હતા. જેમને પણ શરીરા ભાગે માર મારવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે મહિલા પીએસઆઈ મકવાણા સામે 323 મુજબ ગુનો નોંધાતાં ફરજ પરથી દુર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો