તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:લોકાર્પણના છ મહિનામાં જ સિદ્ધપુરના નવા બસ સ્ટેશનના કાંકરા ખરી પડ્યા

સિદ્ધપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વરસાદે જ બસ સ્ટેશનમાં તિરાડો પડતાં પાણી પડતાં સ્ટાફ અને મુસાફરો પરેશાન
  • મુસાફરોને બેસવાના બાંકડા તૂટી ગયા, લાદીઓ ઉખડી ગઈ, શૌચાલયના નળ પણ તૂટી ગયા

સિદ્ધપુરમાં 1 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોરના હસ્તે સિદ્ધપુર પંથકના લોકોની સગવડ માટે બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. પરંતુ હજુ છ માસ વીત્યા નથી ત્યાં આ બસ સ્ટેશન લોકો માટે સગવડની જગ્યાએ અગવડરૂપ બની રહ્યું છે. અને સિદ્ધપુરનું બસ સ્ટેશન રાજ્ય સરકાર દ્વારા રૂ. 4.33 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. પરંતુ હજુ છ માસ વીત્યા નથી તે પહેલાં જ મુસાફરો માટે મુકવામાં આવેલા બાંકડા, શૌચાલયના નળ, બસ સ્ટેશનમાં લાગેલી લાદીઓ તૂટી જવા પામી છે.

જ્યારે પ્રથમ વરસાદમાં જ બસ સ્ટેશનમાં બસ સ્ટેશનના બોર્ડ નીચે જ બિલ્ડિંગમાં ઉપરથી લઈને છેક નીચે સુધી તિરાડો પડી ગઈ છે. જેના લીધે નીચે બનાવવામાં આવેલ પાર્સલ ઓફિસ સહિતની ઓફિસોમાં પાણી નિતરવાની સમસ્યા ઉત્પન્ન થઈ છે. સમગ્ર બસ સ્ટેશનમાં ઠેર ઠેર દીવાલો ઉપર ભેજ ઉતરી રહ્યો છે. આગળ લગાવેલ છઝુ પણ તૂટી જવા પામ્યું છે. બસો ઉભી રહે તે રેમ્પ પરથી પણ લાદીઓ ઉખડી ગઈ છે. આ બસ સ્ટેશનનું જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ બસ સ્ટેશન મજબૂત બાંધકામનું નવું હોય લાંબા વખત સુધી રહેશે. જેને લઈને શરૂ થવાના ગણતરીના માસમાં જ ટુટ ફૂટ શરૂ થઈ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...