રાહત:સિદ્ધપુર તાલુકાની ગ્રામ પંચાયતોમાં વીસીઈઓએ કામગીરી પૂન: શરૂ કરી

સિદ્ધપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર તાલુકા સહિત સમગ્ર રાજ્યમાં 13000 વીસીઈઓએ 22 દિવસ સુધી ગ્રામ પંચાયતમાં કામગીરી સ્થગિત કરતા ગ્રામીણ અરજદારો અટવાઈ પડયા હતા જેને લઈ હડતાળ પર ઉતરેલા વીસીઈઓને સરકાર દ્વારા મહિને 2 હજાર પગાર તેમજ 5 ટકા કમીશન વધારવા છતાં સામૂહિક રાજીનામાં અને કાયદાકીય લડતની ચીમકી સાથે કામે નહિ લાગતા સરકારે આખરે લાલ આંખ કરી વીસીઈઓને છુટા કરવાની ચીમકી ઉચ્ચારતા તમામ વીસીઈઓએ હડતાળ સ્થગિત કરી કામે લાગી ગયા હતા જેને લઈ ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ રાહત અનુભવી હતી.

16 વર્ષથી કમીશન પર કામ કરતા વીસીઈઓને હડતાળ પર ઉતરતા સરકારે 2 હજાર રૂપિયા પગાર, 200 રૂપિયા નેટ માટે, અરજી દીઠ 5 ટકા કમિશનમાં વધારો, રૂ.2 લાખ વિમાની જાહેરાત કરતા વીસીઇઓને સૌથી મોટો લાભ મળ્યો છે. આ અંગે વીસીઈ મંડળે જણાવ્યું હતું કે વીસીઈ ગ્રામજનો સાથે સીધો સંપર્ક ધરાવતો હોય વિધાર્થી, ખેડૂતો, ગ્રામજનોની લોકલાગણીને ધ્યાને લઇ આ હડતાળ હાલ પૂરતી સ્થગિત કર્યાનો મેસેજ આપ્યો હતો અને સરકારી કર્મીની માંગ સાથે સોશિયલ મીડિયામા લડત આપશે. છુટા કરવાના ડરે હડતાળ સ્થગિત કરી નથી.

અન્ય સમાચારો પણ છે...