ગ્રામજનોને હાલાકી:સિદ્ધપુરની ગામ પંચાયતોના VCEની હડતાળથી અરજદારોને ધરમ ધક્કા

સિદ્ધપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીસીઈઓ હડતાળ પર ઉતરતાં ગ્રામજનોને હાલાકી સામનો કરવો પડે છે

સિદ્ધપુર તાલુકાના તમામ ગામ પંચાયતોમાં વીસીઈની હડતાળને કારણે ગામડાઓમાં ખેડૂતોની રાજયસ્તરની યોજના સંલગ્ન કામગીરી ખોરંભે ચડી છે. જેમા આવકના દાખલા, રાશનકાર્ડ, આયુષ્યમાનકાર્ડ, 7-12 , 8 અ ના ઉતારા, વિધવા સહાયની એન્ટ્રી , ઈ શ્રમ કામગીરી, ઈ નિર્માણની કામગીરી સહીતના કાર્યો માટે લોકોને ગામ પંચાયતના ધરમ ધક્કા ખાઈને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સરકારની યોજનાઓ ગામડાઓ સુધી પહોંચાડવામા જેની મહત્વ ની ભૂમિકા છે તેવા વિલેજ કમ્પ્યુટર ઓપરેટર ( વીસીઈ ) તેની 16 વર્ષ અગાઉની માંગણીઓ હજુ સુધી ન ઉકેલાતા તેમજ સરકાર માત્રને માત્ર ખાતરીઓ આપી રહી હોવાના આક્ષેપ સાથે 11 મી મેથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તેઓની માંગણીઓ એવી છે કે સરકાર તેને મામુલી કમિશન આપે છે તે પણ નિયમિત નથી મળતુ ત્યારે તેઓને નિયમિત પગાર ધોરણ પર લેવા, જોબ સિક્યોરિટી આપવી તેમજ સરકારી લાભો આપવા સહીતની માંગણીઓ છે.

અન્ય સમાચારો પણ છે...