કાર્યવાહી:સિદ્ધપુરથી ન્યૂઝીલેન્ડ આયર્લેન્ડ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

સિદ્ધપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 11680નો મુદ્દામાલ જપ્ત કરી 5 શખ્સો સામે ગુનો નોંધ્યો

સિદ્ધપુરમાંથી હાલમાં રમાતી ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સોને સિદ્ધપુર પોલીસે રોકડ અને મોબાઈલના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 5 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. સિદ્ધપુર પોલીસને બાતમી મળી હતી કે દેથળી ચાર રસ્તા નજીક આવેલ ક્રિષ્ના એવન્યુ કોમ્પલેક્ષમાં આવેલી દેશી ચાઈની દુકાનમાં બેસીને કેટલાક શખ્સો મોબાઈલ પર ન્યૂઝીલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે રમાતી ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યા છે. પોલીસની ટીમે બાતમી આધારે રેડ કરી જીગરસિંહ શિવાજી રાજપુત અને વિક્રમસિંહ ફતેસિંહ રાજપુત મોબાઇલમાં એપ્લિકેશન મારફતે સટ્ટો રમતાં અને રમાડતા ઝડપાયા હતા.

પોલીસે રોકડ રૂ.1,680, બે મોબાઈલ મળી કુલ 11,680 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શખ્સોની પૂછપરછ કરતા અન્ય ચાર શખ્સો પાસેથી સટ્ટાની એપ્લિકેશનનો અને આઈડી પાસવર્ડ મેળવી આ સટ્ટો રમતા અને રમાડતા હોવાનું કબુલ્યું હતું. સિદ્ધપુર પોલીસ મથકે જીગરસિંહ શિવાજી રાજપુત રહે.બીલીયા તા.સિદ્ધપુર અને વિક્રમસિંહ ફતેસિંહ રાજપુત રહે.ભૂતિયાવાસણા તા.સરસ્વતી, દીપક લક્ષ્મણભાઈ ચૌધરી રહે.ઉમરુ તા.સિદ્ધપુર, નિકુલસિંહ વિક્રમસિંહ વાઘેલા રહે.કલ્યાણ તા.સિદ્ધપુર, પ્રવીણસિંહ રતનસિંહ વાઘેલા રહે.કલ્યાણ તા.સિદ્ધપુર, સંજય પટેલ રહે.નંદાસણ તા.મહેસાણા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...