તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સિદ્ધપુરની સગીરાના અપહરણમાં જાલોટાના બે મદદગાર ઝડપાયા

સિદ્ધપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ કેસમાં મુખ્ય આરોપી અગાઉ ઝડપાયો હતો

સિદ્ધપુરમાંથી એક સગીરાનું અપહરણ કરવાના કેસમાં પોલીસે અગાઉ એક મુખ્ય આરોપી ઝડપ્યો હતો. જ્યારે આ કેસમાં મદદગારી કરનારા દિયોદરના જાલોટાના બે શખ્સોને ઝડપી લીધા છે. સિદ્ધપુરમાંથી એક સગીરાનું અપહરણ કરી તેને ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જેની ફરિયાદ થતાં યુવતીને પરત લાવી સિદ્ધપુર પોલીસે મુખ્ય આરોપીને અગાઉ ઝડપી પાડ્યો હતો.

જ્યારે આ કામમાં મદદગારી કરનારા બે ઈસમો જે નાસતા ફરતા હતા અને પોલીસમાં હાજર થતા નહોતા તેમને બાતમી આધારે પોલીસે ટીમ બનાવી દિયોદર તાલુકાના જાલોટા ગામેથી ગેમાભાઇ નાગજી ભાઈ પટેલ (ચૌધરી) તેમજ ભરતજી હીરાજી ઠાકોરને ઝડપી પાડી સિદ્ધપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...