સિદ્ધપુર શહેરમાં મુસ્લિમ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર એવા રહીમ પુરા બાવાની દરગાહ ખાતે આયોજિત વર્ષના કાર્યક્રમ પ્રસંગની શોભાયાત્રામાં ફટાકડા ફોડવાની બાબતે સમાજના બે જૂથો વચ્ચે અથડામણ સર્જાતા ભારે દોડધામ મચી હતી. જે અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધાવી હતી.
મંગળવારના રોજ સાંજે 6થી 7ના ગાળામાં રહીમપુરા બાવાની દરગાહના ઉર્ષના પ્રોગ્રામમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા ત્યારે એક રિક્ષા માં આવેલા પોલાદી બાબાખાન ક્યુમખાન, પઠાણ મોઇન હમીદ ખાન, ક્યુમખાન ઉસ્માનખાન પોલાદી, અમ્મારભાઈ, છુવારા મુકેશ યુસુફભાઈ, પિંઢારા મુબારક કારૂનભાઈ, રિક્ષા ચાલક ફેજાન શબ્બીરભાઈ પીંઢારાના તલવાર સહિત અન્ય હથિયાર વડે લુકમાંન લિયાકત હાયાણી અને લિયાકત રસુલભાઈ હાયાણી ઉપર હુમલો કર્યો હતો.
બાબાખાને કમરમાંથી પિસ્તોલ જેવું હથિયાર કાઢી તેનો પાછળનો ભાગ ડાબી આંખ પાસે મારેલ હતો. ઈસ્માઈલભાઈ ધોબી, રિઝવાન તોફિક ભાઈ શેખ, સાજિદ શબ્બીર ભાઈ શેખ છોડાવવા વચ્ચે પડતા ઇરફાનભાઈ બાબાખાન તેમજ તેના માણસોએ ગડદાપાટુનો માર માર્યો હતો. ઉષ્માનખાન ઉર્ફે બાબલો ક્યુમખાન પોલાદીએ ફટાકડાં સળગાવી સામે ફેંકતા હોઈ ઠપકો આપતાં તલવાર પાઇપ તેમજ પિસ્તોલ જેવુ હથિયાર,છરો તથા ધોકો તેમજ તલવાર દ્વારા હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેવી ફરીયાદ હાયાણી લુકમાન લિયાકત ભાઈ, લિયાકત ભાઈ રસુલભાઈ હાયાણી,ઈરફાન ઈસ્માઈલ ધોબી,રિઝવાન તોફિક ભાઈ શેખ,સાજિદ શબ્બીરભાઈ શેખ.તમામ રહે સિધ્ધપુર નવાવાસ સામે નોધાવી હતી.પોલીસ અધિકારીએ આરોપીઓના કોરોના ટેસ્ટ ચેક કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.