તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સિદ્ધપુરના બિંદુ સરોવર નજીક બે બાઈક સામ સામે ટકરાતાં બેનાં મોત

સિદ્ધપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુરૂવારે સાંજે બનેલી ઘટના : યુવાનોને સારવાર મળે તે પહેલાં મોતને ભેટ્યા

સિદ્ધપુર હાઈવે બિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડ પાસે ગુરુવારે રાત્રે 8 વાગ્યાના સુમારે બે બાઈક વચ્ચે જોરદાર ટકકરે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર બાઇક સવાલ ઘાયલ થયા હતા. ઘાયલ બાઈક સવારોને સિધ્ધપુર સિવીલમાં સારવાર અર્થે ખસેડાતાં બેનાં મોત નિપજ્યાં હતાં. બિંદ ુસરોવર પાસે રહેતા વિનુજી મેરુજી ઠાકોર વધારે ઈજાગ્રસ્ત થઈ વધારે લોહી નીકળતું હોય તેઓ તરફડિયા મારતા હતા.

જેમાં બિંદુ સરોવર પાસે રહેતા દશરથજી ઉદાજી ઠાકોર તેમજ રાજસ્થાનના રહેમાન સત્તરભાઈ મુસ્લિમ અને મહમદ પીરુભાઈ મુસ્લિમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે જેમને પણ સારવાર માટે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી તેઓને ધારપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન બંનેનાં સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યાં હતાં.

મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે બંને યુવાનોને દવાખાને ખસેડાયા ત્યારે બંને જીવતા હતા, પરંતુ ફરજ પર ર્ડાક્ટર હાજર ન હોઈ સારવાર ન મળતાં મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો