અવરજવર થંભી:સિદ્વપુર બજારમાં રખડતાં ઢોરોની સમસ્યાથી શહેરીજનો ત્રાહીમામ

સિદ્ધપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્વપુર શહેરમાં રખડતાં આખલાઓ અને મારકણી ગાયોનો ત્રાસ પારાવાર વધી ગયો છે. શહેરનાં રખડતાં પશુઓએ ચારથી વધુ લોકોનો ભોગ લીધો છે જ્યારે અસંખ્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી ઘાયલ કર્યા છે. આમ છતાંય તંત્ર આ સમસ્યાનુ કાયમી ઉકેલ લાવી શક્યુ નથી. મંગળવારે સવારે રૂદ્ર મહાલય વિસ્તારમાં આખલા લડતાં અવરજવર થંભી ગઇ હતી. સિદ્વપુરનાં રૂદ્રમહાલય પાસે મંગળવારે વહેલી સવારે બે આખલાઓ સામ સામે આવી જતાં આ વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આજુબાજુનાં કેટલાંક  લોકોએ લડતા આખલાઓને છૂટા પાડવાં પાણીનો મારો પણ ચલાવ્યો હતો.બેકાબૂ બનેલાં આ બન્ને આખલાઓનાં યુદ્વમાં બે ત્રણ બાઈકો નીચે પટકાતા નુકસાન થયું હતું. થોડા સમય માટે જાહેર રસ્તો અવર જવર માટે બંધ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...