50હજારથી 2 લાખ સુધીના ઘોડા:કાત્યોકના મેળામાં રાજસ્થાન, કચ્છથી વેપારીઓ ઘોડા ખરીદ-વેચવા આવ્યા

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે 70 ઘોડા-ઘોડીમાંથી 15 વેચાયા, 50હજારથી 2 લાખ સુધીના ઘોડા

સિદ્ધપુર કાત્યોકના મેળામાં શ્રી મહાકાલી માતાના મંદિર પાછળ મંગળવારની રાત્રે રાજસ્થાન, જયપુર, કચ્છ તેમજ આસપાસના શહેરોમાંથી ઘોડાના વેપારીઓ પોતાના ઘોડા અને ઘોડી લઇને મેળામાં ખરીદ વેચાણ અર્થે આવ્યા હતા. બુધવારે કુલ 70 ઘોડા અને ઘોડી માંથી 10 થી 15 જેટલી ઘોડી અને અમુક ઘોડાઓનું વેચાણ થયું હતું.

જેમાં દરેક ઘોડા કે ઘોડી ના 1 લાખ, 2 લાખ, 50 હજાર એમ અલગ અલગ ભાવથી વેચાણ થયું હતું. સૌપ્રથમવાર આવેલા શિરડીના પીપલના સરપંચ અને કચ્છના માધાપરના માલાભાઈ રબારીએ ભેગા મળી 6 ઘોડાના બચ્ચાં અને 4 ઘોડા ખરીદ્યા હતા. 55 હજારમાં સૌથી વધુ બોલીથી ઘોડો ખરીદ્યો હોવાનું એમણે જણાવ્યું હતું.

ઘોડાના વેપારીઓની તંત્ર વિરુદ્ધ નારાજગી સામે આવી
કચ્છ ભૂજના માધાપરથી કાત્યોકના મેળામાં આવેલા ઘોડાઓના વેપારી મગાભાઈએ જણાવ્યંુ હતંુ કે પોલીસ તંત્ર અમને લોકોને 3 કે 4 વાગે અંદર આવવાનું કહ્યુ હતંુ ત્યાર સુધી આખી રાત અમારે ફૂલપુરા , બીલીયા ગામના રસ્તામાં રોકાવું પડ્યું હતું.આ ઉપરાંત મેળામાં અમારે વેચાતું પાણી લાવીને પીવંુ પડે છે. પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી તેમજ અહીં ઘોડાઓને બાંધવાનું પણ
ભાડું ચૂકવવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...