સિદ્ધપુર ખાતે વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર કચરા ગંદકીનો જમાવડો જોવા મળે છે અને સિદ્ધપુર પાલિકા તંત્ર સ્વચ્છતા બાબતે વારંવાર નિષ્ફળ સાબિત થતુ જોવા મળી રહ્યુ છે. ત્યાંના રહીશો મા વૃદ્ધ, બાળકો, મહિલાઓ વગેરે બીમારીઓ નો ભોગ બનતા હોય છે.
શહેરમાં જવાબદારો સમક્ષ રજૂઆત કરવા છતાં ટ્રેક્ટર કે મોબાઇલ વાન મુકવામાં આવતા નથી. કચરાની ખાલી ગાડીઓ આમ તેમ આંટા મારીને જતી રહે છે જ્યા કચરો પડ્યો હોય તે ઉઠાવી ને લઈ જવાની તસ્દી લેતું નથી. સફાઇ કર્મચારીઓ દ્રારા કચરો એકઠો કર્યા બાદ ખુલ્લી જગ્યામાં કચરો ઠાલવીને જતા રહે છે. તાજેતરમાં જ એક કોર્પોરેટર દ્વારા સફાઈ મામલે લેખિત ફરિયાદ પાલિકામાં કરવામાં આવી હતી. નગરપાલિકા સેનેટરી ઇન્સપેક્ટરને ત્રણ થી ચાર વખત ટેલીફોન કરતા ફોન રિસીવ થયો ન હતો.
શહેરના ઝાપંલી પોળ પાણીની ટાંકી પાછળ નો ભાગ, સન નગરના પાછળના ગેટપર, નવાવાસ, માયાનગર, હરીશંકરનો આરો, આદર્શ નગર સોસાયટી આગળ, ભિલવાસ, ઉમા પાર્ક સોસાયટી,સામર્થ્ય કોમ્પ્લેક્ષ બાજુ,પશુ દવાખાનાનો ભાગ, દેથળી ચાર રસ્તા આવેલ એચડીએફસી વાળી ગલી, જૂના એસટી બસ સ્ટેન્ડ પાસે નો વિસ્તાર, નદી રોડ પર આવેલ બરફની ફેક્ટરી પાછળનો વિસ્તાર,માધુ પાવડિયે નદી તરફ જવાના રસ્તે, રાજપુર પ્રાથમિક શાળા આગળ, ધરતી બંગલો ના ગેટ આગળ, રેલ્વે સ્ટેશન પાછળ કબ્રસ્તાન રોડ વિસ્તારના રહીશો નુ કહેવુ છે કે નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર નરેન્દ્રભાઈ પરમારને ઘણીવાર રજૂઆતો કરવા તેમજ અરજીઓ આપવા છતા કોઈ પરિણામ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.