ધરપકડ:સિદ્ધપુરથી ઈકોમાં બેસાડી દંપતીના 2.34 લાખ ચોરી કરનાર 3 આરોપીઓ ઝડપાયા

સિદ્ધપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિધ્ધપુર પોલીસ 3 આરોપીને અમદાવાદથી પકડી લીધી હતી. - Divya Bhaskar
સિધ્ધપુર પોલીસ 3 આરોપીને અમદાવાદથી પકડી લીધી હતી.
  • સિદ્ધપુર પોલીસે 3 શખ્સોને અમદાવાદથી ઝડપી પાડ્યા, બે મહિલાની શોધખોળ

સિદ્ધપુરથી કમલીવાડા જવા માટે ગાડીમાં મુસાફર તરીકે બેસાડી દંપતિની થેલીને ચેકો માળી બે મહિલા અને ચાલકે મળી 2.34 લાખ રોકડની ચોરી કર્યાની ફરીયાદ નોંધાઇ હતી. તેની તપાસ દરમિયાન બાતમી આધારે 3 આરોપીઓને અમદાવાદથી ઝડપી લઇ સિદ્ધપુર પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં લૂંટ કર્યાની કબુલાત કરી હતી.

આ અંગેની વિગત મુજબ મૂળ કાલેડાના વતની પરંતુ હાલમાં અમદાવાદ રહેતુ દંપતિ દશરથભાઈ મફાભાઈ ચૌહાણ અને તેમની પત્નિ અમથીબેન અમદાવાદથી સિદ્ધપુરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 2.34 લાખ પાકધિરાણના ભરવા આવ્યા હતા. જો કે, બેંકમાં પૈસા ભરવાનો સમય પૂરો થતાં કાલે આવવા જણાવતા દંપતિ પરત કમલીવાડા સંબંધીને ત્યાં જવા દેથળી ચોકડીથી ઈકોમાં બેસ્યુ હતું.નેદ્રા ગામના બસ સ્ટેન્ડ આગળ અચાનક બ્રેક ફેઈલ હોવાનું કહી ઈકો ચાલકે ઉતારી પરત સિદ્ધપુર જવા નીકળી ગયો હતો.

દંપતી કમલીવાડા ગામે ગયા બાદમાં ચોરી થયાની ખબર પડી હતી. સિદ્ધપુર પોલીસ સ્ટેશને ત્રણેય સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આવા જ એક બીજા બનાવમાં સિદ્ધપુર દેથળી ચોકડીથી પેસેન્જરને બેસાડી તેના થેલામાંથી રૂ.36,400 લઈ ફરીને ગાડીમાંથી કોઈ બહાને પેસેન્જરને નીચે ઉતારી દઈ આરોપીઓ ગાડી લઇ ભાગી ગયા હતા.

સિદ્ધપુર પીઆઇ સી.વી.ગોસાઈ તેમજ તેમના સ્ટાફે આરોપીને અમદાવાદ ખાતેથી પ્રકાશભાઇ બાબુલાલ દંતાણી રહે-અમદાવાદ ભદ્રેશ્વર, પટણી વિનોદભાઇ નારાયણભાઇ અને પટણી રાકેશકુમાર અશોકભાઇ રહે- અમદાવાદ બાપાલાલ ચાલી મેધાણીનગરને પકડી પુછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી. આ કામે ચોરીમાં ગયેલ રોકડ રકમ પૈકી રૂ.20200, ઈકો, મોબાઇલ મળી કુલ કી.રૂ.3,24,700નો મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સિદ્ધપુર પીઆઇ ચિરાગભાઈ દ્વારા આરોપીઓ રીઢા હોય બીજી કેટલી જગ્યાએ ચોરીઓ કરી છે તે અંગે તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...