લોકડાઉન ઇફેક્ટ:આ રિર્ઝેવેશનની નહી પણ પાન મસાલાની ખરીદી માટે લાઈન છે, 300 જેટલા ગામડાના વેપારીઓએ વહેલી સવારથીજ લાઈન લગાવી

સિધ્ધપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુરમાં પાન મસાલા, ગુટખા, બીડી, સિગરેટ, તમાકુ ના હોલસેલ વેપારીઓની દુકાન બુધવારે પોલીસની હાજરીમાં ખોલવામાં આવી  હતી ત્યારે 300 જેટલા ગામડાના વેપારીઓએ વહેલી સવારથીજ લાઈન લગાવી હતી. પોલીસની હાજરીમાં લોકડાઉનની પરવા કર્યા વગર સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોને તાક પર  મૂકી પુરુષો મહિલાઓ તેમના બાળકો સહિત લાઈનમાં ઊભેલા નજરે ચડયા હતા . સમોડાના વેપારી રિયાઝભાઈએ જણાવ્યું હતું કે જ્યારથી લોક ડાઉન શરૂ થયું છે ત્યારથી આજ સુધી અમારી પાસે પાન મસાલાની કોઈપણ આઈટમ નો સ્ટોક નથી.જાણ થઈનેે સવારે સાત વાગ્યાના અહીં આવીને લાઈનમાં ઊભા છીએ મોડા આવનારને ધક્કો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...