તસ્કરી:સિદ્ધપુરમાં મિઠાઇની દુકાનમાં ચોરી

સિદ્ધપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી રકમ હાથ ન લાગતાં સીસીટીવી કેમેરાનુ ડીવીઆર ચોરી ગયા

સિદ્ધપુરના એસ.જે.રોડ ઉપર મામલતદાર કચેરીની સામે પ્રમુખ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલી માધવરાય સ્વીટ નામની દુકાનમાં તસ્કરોએ કસબ અજમાવ્યો હતો. જો કે, કાઉન્ટરના ગલ્લામાં કાંઈ મોટી રકમ હાથ ન લાગતા તસ્કરો દુકાનમાં રહેલા CCTV કેમેરાનું DVR ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

સિદ્ધપુર મામલતદાર કચેરી સામે આવેલા પ્રમુખ પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેદી દુકાન જી-14 માધવરાય સ્વીટના માલિક વિજયભાઈ રાઠોડે નિત્યક્રમ મુજબ મંગળવાર રાત્રે પોતાની દુકાન બંધ કરી ઘરે શક્તિનગર સોસાયટી ખાતે ગયા હતા અને બુધવારે સવારે 7 વાગ્યાના સમયે દુકાને આવત દુકાનના શટરનું તાળુ તૂટેલું હાલત હતુ વેપારીએ દુકાન જઇને જોયુ તો કાઉન્ટરના ગલ્લા ખુલ્લા હતા. જો કે, તસ્કરોને ગલ્લામાંથી મોટી રકમ ના હોવાથી હાથ લાગ્યુ ન હતુ પરંતુ તસ્કરો પોતાની ઓળ છૂપાવવા CCTV કેમેરાનું DVR ઉઠાવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...