અનોખો શોખ:સિદ્ધપુરના યુવાનને દેશ-વિદેશના ચલણનો સંગ્રહ કરવાનો શોખ

સિદ્ધપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુરના પટેલલોકના મ્હાઢમાં રહેતા પરેશભાઈ નવીનભાઈ પાધ્યાને ઐતિહાસિક વારસાના દેશ-વિદેશના ચલણનો સંગ્રહ કરવાનો અનોખો શોખ છે. તેઓએ 25-30 વર્ષથી પાંચીયૂ , દશીયૂ તેમજ પંચમાર્ગનુ કલેક્શન કરવાની શરૂઆત કરી હતી.

અત્યાર સુધીમાં રીપબ્લિક ચલણ 1,2,5 પૈસા 10,20 રૂપિતાના સિક્કા, ચંદ્રગુપ્ત મૌર્ય સમયનુ પંચમાર્ગ, ટીપુ સુલતાન સમયનુ ફનમ, રાજા-રજવાડા સમયના સાઉથના ચાંદીના સિક્કા, આઝાદી પછીનો 1 પૈસાનો સિક્કો, અંગ્રેજો સમયનો 1,2 પૈસાનો સિક્કો, એસ્ટડ પોર્ટુગીઝ, 50 રૂનો પ્રુફ કોઈન્સ, 10 રૂ.ચાંદીનો સિક્કો, 1956 ભારત સરકારનું ચલણ આધા, આના, કાણો પૈસો, ઇન્દિરા ગાંધીના સમયનો 5 રૂ.નો સિક્કો, 2020નો 20 રૂ.નો સિક્કો, 50 પૈસા ભારતીય ચલણ, મુગલો સમયના ચાંદીના સિક્કા, નેપાળના સમયનો 20 રૂનો સિક્કો , ઈસ્ટ ઇન્ડિયા કંપની આઝાદીથી અત્યાર સુધી વર્ષની સિરીઝ મુજબ સિક્કાઓનું સંગ્રહ, એલ્યુમિનિયમ-તાંબાના પૈસા, દુબઇ-નેપાળ-પાકિસ્તાન-શ્રીલંકા સહિત વિદેશના અલગ અલગ સિક્કાઓ, ઇંગ્લેન્ડ-ફ્રાન્સ-ચાઈના-ઓસટ્રેલિયન ચલણ, અમેરિકન ડોલર, 500 રૂ કોન્ગો,આફ્રિકન ચલણ, હાલની રૂ.1ની ફ્રેશ નોટોનુ બંડલ સહિત 1862-1874-75-76થી 1941 સુધીની સિરીઝ પ્રમાણેના ચલણી સિક્કાઓનો સંગ્રહ કર્યો છે. આ ઉપરાંત હાથી દાંત, ચકલી, મોરરૂપી આકારની કલમ,વર્ષો જુના કાપડ પર લખેલુ લખાણ, જમીન-મકાનના ભોગવટારૂપી દસ્તાવેજનો સંગ્રહ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...