વિશ્વ ધરોહર દિવસ:સિદ્ધપુરમાં વર્ષ 2017માં બિંદુ સરોવર ખુલ્લા મુકેલા શ્રીસ્થળ મ્યુઝિયમમાં કલા સંસ્કૃતિ અને ઇતિહાસ દ્રશ્યમાન થાય છે

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્રીસ્થળ સંગ્રહાલય ઉત્તર ગુજરાતની કલા ,સંસ્કૃતિ ,અને ઇતિહાસને દર્શાવતું કલા અને પુરાતત્વ વિષયનું સંગ્રહસ્થાન છે - Divya Bhaskar
શ્રીસ્થળ સંગ્રહાલય ઉત્તર ગુજરાતની કલા ,સંસ્કૃતિ ,અને ઇતિહાસને દર્શાવતું કલા અને પુરાતત્વ વિષયનું સંગ્રહસ્થાન છે
  • સિદ્ધપુરમાં શ્રીસ્થળ સંગ્રહાલય કોરોના પછી 12725 લોકોએ નિહાળ્યું
  • વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે ઉખાણા​​​​​​​ સ્વરૂપ ​​​​​​​ગુજરાતની ધરોહર અંગે 10 પ્રશ્નોની પ્રશ્નાવલી બનાવાઈ

કોરોના કાળ પછી 12 સપ્ટેમ્બર 2021થી શ્રીસ્થળ સંગ્રહાલય બિંદુ સરોવર પરિસર ખાતે પર્યટકો માટે ફરીથી ચાલુ કરી દેવાયું છે.આજ દિન સુધી કુલ 12725 મુલાકાતીઓ દ્રારા સંગ્રહાલયની મુલાકાત લીધી છે. જ્યાં તા.18 એપ્રિલ 2022ના રોજ " વર્લ્ડ હેરિટેજ ડે " એટ્લે કે " વિશ્વ ધરોહર દિવસ " ઉજવી રહ્યુ છે તે અંતર્ગત માહિતી આપતું ઉખાણા સ્વરૂપ ગુજરાત રાજયની ધરોહર વિષયને ધ્યાને લઇને ગુજરાતી ભાષામાં 10 પ્રશ્નોની પ્રશ્નાવલી બનાવવામાં આવી છે. જેને " જ્ઞાન સાથે ગમ્મત" નામ આપેલું છે. આ અંતર્ગત સિદ્ધપુર ખાતે આવેલ યુનિવર્સલ એકેડેમી સાથે કોલોબોરેશન સાથે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે.

બિંદુ સરોવર પરિસર બનાવવા 2010માં સુઝાવ કર્યો હતો
શ્રીસ્થળ સંગ્રહાલય ઉત્તર ગુજરાતની કલા ,સંસ્કૃતિ ,અને ઇતિહાસને દર્શાવતું કલા અને પુરાતત્વ વિષયનું સંગ્રહસ્થાન છે. બિંદુ સરોવર પરિસરમાં 2017માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખૂલ્લૂ મૂકવામાં આવ્યું હતું. સંગ્રહાલય બનાવવા 2010માં તત્કાલીન દેવસ્થાન અને પ્રવાસન મંત્રી જયનારાયણ વ્યાસે સુઝાવ કર્યો હતો. પાટણના સીટી મ્યુઝિયમના ક્યુરેટર મહેન્દ્રસિંહ સુરેલાએ જણાવ્યું કે સિદ્ધપુર ખાતે કુલ 3 વિભાગોમાં ઉત્તર ગુજરાતની કલા , સંસ્કૃતિ અને ઇતિહાસનો પરિચય થાય છે.

ફોટોગ્રાફી માટે ટિકિટ જરુરી
​​​​​​​
સંસ્કૃતિ અને કાષ્ઠકલા ઉપરાંત લાઇટિંગ સુવિધા ઘણી સારી છે. જ્યાં આસિસ્ટન્ટ ક્યુરેટર દ્વારા સારસંભાળ લેવામાં આવી રહી છે. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીનો છે. પ્રવેશ ફી માત્ર 5 રૂપિયા રાખવામાં આવેલ છે. સ્કૂલ અને કોલેજથી ગ્રુપમાં આવતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 2ની પ્રવેશ ફી છે. વિદેશી નાગરિકો માટે રૂપિયા 50 ફી લેવાય છે. ફક્ત મોબાઇલથી ફોટોગ્રાફી માટે પર્યટકો માટે રૂપિયા 100 ફી રાખવામાં આવી છે, ટિકિટ વગર સંગ્રહાલય ખાતે ફોટોગ્રાફી ઉપર પ્રતિબંધ છે.

અન્ય સમાચારો પણ છે...