તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શિક્ષણનો વ્યાપ વધે તેમજ વ્યસનો દુર કરવા વણકર સમાજનો નિર્ણય

સિદ્ધપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુર પાલિકા હોલમાં બાવન પરગણા વણકર પંચનો મેળાવડો યોજાયો - Divya Bhaskar
સિદ્ધપુર પાલિકા હોલમાં બાવન પરગણા વણકર પંચનો મેળાવડો યોજાયો

સિદ્ધપુર નગરપાલિકા હોલ ખાતે 25 ડિસેમ્બરે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે બાવન પરગણા વણકર પંચનો મેળાવડો યોજાયો હતો. જેમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ સમાજમાં વધતા જતા વ્યસનો દુર કરવા માટેના સૂચનો કરાયા હતા તેમજ સમાજના બંધારણનું ચુસ્તપણે પાલન થાય તે માટે દરેક ગામના આગેવાનોએ ખભે ખભા મિલાવીને જવાબદારી નિભાવવી અને સમાજમાંથી ગુનાખોરીને સખ્ત રીતે ડામી દેવા માટે આવાહન કર્યું હતું.

આ કાર્યક્રમમાં નડિયાદના મુળચંદભાઈ મકવાણા,સિદ્ધપુરના જગદીશભાઈ મકવાણા, ધારાશાસ્ત્રી રમેશભાઈ, કેશુભાઈ, વિજયભાઈ, મહેશભાઈ, બાબુભાઈ, કિરીટભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં આગેવાનો, યુવાનો હાજર રહી સમાજની પ્રગતિ માટે કટિબદ્ધતા વ્યક્ત કરેલ ધવલભાઇ મકવાણા દ્વારા ફોટોગ્રાફી અને સંચાલનની કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો