સમસ્યા:સિદ્ધપુર સિવિલમાં વીજકાપથી લિફ્ટ બંધ થતાં દર્દીનું બ્લડપ્રેશર વધી ગયું

સિદ્ધપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અચાનક બંધ થયેલી લિફ્ટ ઇમરજન્સીમાં પુનઃ શરૂ કરવાની કોઈ જ સુવિધા નથી

સિદ્ધપુરમાં છેલ્લા બે થી ત્રણ દિવસ સુધી જીઈબી દ્વારા કોઈ કારણસર શહેરમાં વારંવાર થોડા થોડા સમયના અંતરે વીજકાપ મુકવામા આવે છે. જેના કારણે શહેરની સિવિલ હોસ્પિટલમાં કેટલાય દર્દીઓ દિવસ દરમિયાન એક માળથી બીજા માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ કરે છે.

શહેરમાં લાઈટ કાપને કારણે સિવિલ હોસ્પિટલમાં લિફ્ટનો ઉપયોગ કરતા દર્દીઓ અંદર જ ફસાઈ જાય છે. અને ઓક્સિજન ન મળી શકે, મોબાઇલમાં નેટવર્ક ના મળી શકે , તેમજ અંધારું છવાઈ ગયેલુ હોય એવામાં શ્વાસ રૂધાવાના કારણે જો કોઈ દર્દીનુ કે કોઈ નાગરિક નુ મૃત્યુ થાય તો એના પાછળ જવાબદાર જીઈબી અને સિવિલ તંત્ર રહેશે એવુ લિફ્ટમાં ફસાયેલા નાગરીકએ જણાવ્યુ હતુ.હવે ક્યારેય લિફ્ટમાં નહિ બેસુ :સિદ્ધપુરના હર્ષ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે હંુ સિવિલમાં પહેલા માળેથી બીજા માળે જવા લિફ્ટમાં ગયો હતો.

મારી સાથે બીજા બે વ્યક્તિ પણ હતા. પહેલા માળે જવા માટે લીફ્ટ ચાલુ થઈ કે તરત બંધ થઈ ગઈ હતી.અંદર અંધારું થઈ ગયુ. અને બીપીની તકલીફ હોઈ ચક્કર આવવા લાગ્યા હતા. શર્ટ કાઢીને નીચે બેસી ગયો. લિફ્ટનો દરવાજો બહુ જ જોરથી ખખડાવ્યો હતો. ત્યાર પછી બીજા ભાઈએ દરવાજાને જોરથી ધક્કો મારી દરવાજો ખોલતાં અમે બહાર નિકળી શક્યા હતા.પરંતુ હવે કોઈ જગ્યાએ કોઈ લિફ્ટમાં ના જાઉ એવુ નક્કી કરી લીધુ છે.

અન્ય સમાચારો પણ છે...