નિર્ણય:સિદ્ધપુરમાં કાત્યોકના મેળાને મંજૂરી નહીં પણ તર્પણ માટે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ

સિદ્ધપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર માધુપાવડીયા ઘાટ પર તર્પણ વિધિ શરૂ થઈ છે. - Divya Bhaskar
સિદ્ધપુર માધુપાવડીયા ઘાટ પર તર્પણ વિધિ શરૂ થઈ છે.
  • ફક્ત મર્યાદિત સંખ્યામાં જ તર્પણ કરવાની જગ્યા પર જવા દેવામાં આવે છે

સિદ્ધપુરમાં કારતક સુદ એકમથી પૂનમ સુધી ભરાતો પ્રખ્યાત કાત્યોકનો મેળો કોરોના મહામારીને કારણે તંત્ર દ્વારા મંજૂરી નહિ મળતા મોકૂફ રખાયો છે. છતાં પણ પરંપરાગત રીતે સરસ્વતી નદીના માધુપાવડીયા ઘાટ તેમજ પ્રસિદ્ધ બિંદુ સરોવર ખાતે માતૃતર્પણનું અનેરું મહત્વ હોઈ શ્રદ્ધાળુઓ તર્પણ માટે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં મોદી સમાજનો મુખાદનો મેળો સંપન્ન થયો છે હવે અન્ય શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. મોટા ભાગે સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરાઈ રહ્યો છે. સ્થાનિક ભૂદેવો દ્વારા પણ શ્રદ્ધાળુઓને સાવચેત કરાઈ રહ્યા છે. જો કે, મેળાનું આયોજન ન હોવાથી મનોરંજન તેમજ અન્ય નજારો જોવા મળશે નહીં.

પોલીસ તંત્ર દ્વારા શહેરના પ્રવેશદ્વાર પર નાકાબંધી કરી મોટા તેમજ ભારે વાહનોમાં આવતા લોકોને ફક્ત મર્યાદિત સંખ્યામાં જ તર્પણની જગ્યા પર જવા દેવામાં આવે છે. જેથી દર વર્ષ કરતા ભીડ ઓછી થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષોથી કોરોના મહામારીને કારણે માતૃ-પિતૃ તર્પણ વિધિ પર સરકાર દ્વારા રોક લગાવી હતી અને આવનાર યાત્રિકો હેરાન થઈ વિધિ કર્યા વગર પરત થયા હતા. જેથી ચાલુ સાલે ફક્ત પુનમે આવતાં શ્રદ્ધાળુઓ આ વખતે પાંચમથી તર્પણ કરવા માટે આવી રહ્યા છે.

મેળાની પરમિશન નથી, જાહેરનામું નથી : તંત્ર
હાલમાં સિદ્ધપુર શહેરમાં કોરોનાના કેસો બિલકુલ નથી છતાં સાવચેતી માટે સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક એજ દવા હોઈ લોકોને પાલન કરવા આવનાર યાત્રિકો શ્રદ્ધાળુઓને તંત્ર દ્વારા સૂચન કરાયું છે. ચાલુ સાલે પણ સરકાર દ્વારા મેળો કરવાની મંજૂરી આપી નથી ફક્ત તર્પણ વિધિ કરવા માટે યાત્રિકો તેમજ શ્રદ્ધાળુઓ જ આવી શકશે. મેળાને લઈ હજુ કોઈ જાહેરનામું બહાર પાડ્યું નથી. મેળાની પરમિશન ન હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...