તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સિદ્ધપુર સબજેલના હેડ કોન્સ્ટેબલને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ

સિદ્ધપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પકડાયેલ શખ્સ. - Divya Bhaskar
પકડાયેલ શખ્સ.
  • સિદ્ધપુર સબજેલનો કેદીઓનો વિડીયો વાઈરલ કરનાર બનાસકાંઠાના વડા ગામના યુવાનને પોલીસે અધાર ગામેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

સિદ્ધપુરની સબજેલમાં આંગડિયા પેઢીના લૂંટના ગુનામાં સજા ભોગવી રહેલા કેદીઓમાંથી એક કેદી ફોન પર વાત કરી રહ્યો હતો જ્યારે બીજો કેદી ફોનમાં ગીતો વગાડી સબજેલને સંગીતમય બનાવી રહ્યો હતો. જે અંગેનો વિડિઓ વાયરલ થતા ગણતરીના કલાકોમાં જ સિદ્ધપુર પોલીસે વીડિયો વાયરલ કરનારને અધાર ગામેથી અટકાયત કરી તેના વિરુદ્ધ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી હતી.

પાટણ ના સિદ્ધપુરની સબજેલમાં આંગડિયા પેઢીના કેસમાં સજા ભોગવી રહેલા વાઘેલા જયવીરસિંહ શકુરસિંહ રહે.મોટા કોઠાસણા તા.સતલાસણા કેદીના સબંધી વાઘેલા જયદિપસિંહ બનુભા રહે.વડા તા.કાંકરેજ સબજેલમાં મળવા ગયા હતા તે દરમિયાન સબજેલમાં રહેલા 4 થી 5 કેદીઓ પાસે બે ફોન હતા જેમાંથી એક કેદી પોતાનું ઘર સમજી ફોન પર વાત કરી રહ્યો હતો જ્યારે બીજા કેદીઓ બીજા ફોનમાં ગીતો વગાડી સબજેલને સંગીતમય બનાવી રહ્યા હતા. આ અંગેનો વિડિઓ કેદીને મળવા ગયેલા સંબધીએ તેના ફોનમાં વિડિઓ ઉતારી પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મુક્તા વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેની તપાસ કરતાં સિદ્ધપુર પી.આઈ ચિરાગ ગોસાઈએ તેમની ટિમે વિડીયો બનાવનાર બનાસકાંઠાના વડા ગામના જયદીપસિંહ બનુભા વાઘેલાને અધાર ગામેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ જાહેરનામા ભંગની નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

હેડ કોન્સ્ટેબલ કપિલ શ્રીમાળીને સસ્પેન્ડ કરાયા
પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું હતું કે વિડીયો વાયરલ થયાની ઘટનામાં ડીવાયએસપીને તપાસ સોંપી હતી અને તેમના રિપોર્ટ આધારે હેડ કોન્સ્ટેબલ કપિલ શ્રીમાળીને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કર્યો છે. જ્યારે અન્ય બે કર્મચારી સામે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત SOG દ્વારા સબ જેલમાં તપાસ કરી છે દરમિયાન ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓને સુજનીપુર જેલમાં રાખવા માટે કોર્ટમાં રિપોર્ટ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...