ભક્તિ:સિદ્ધપુરમાં ફક્ત 5 દિવસ માટે કાર્તિક સ્વામી મંદિરના દ્વાર ખૂલ્યાં

સિદ્ધપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરમાં ફક્ત પાંચ દિવસ માટે ખુલતા કાર્તિક સ્વામી મંદિરના દરવાજા ખોલાયા. - Divya Bhaskar
સિદ્ધપુરમાં ફક્ત પાંચ દિવસ માટે ખુલતા કાર્તિક સ્વામી મંદિરના દરવાજા ખોલાયા.
  • કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી દર્શન કરવા માટે મંદિર ખુલ્લુ રહેશે

સિદ્ધપુરના સુપ્રસિદ્ધ બિંદુ સરોવરના કાંઠે શિવ પુત્ર કાર્તિક સ્વામી ભગવાનનું પ્રાચીન મંદિર આવેલું છે. જેના દ્વાર સમગ્ર વર્ષ દરમિયાન ફક્ત કાર્તિક માસમાં પાંચ દિવસ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવે છે ત્યારબાદ મંદિરના દ્વાર સમગ્ર વર્ષ દરમિયાન બંધ કરી દેવાય છે.

સિદ્ધપુરમાં કાર્તિક સ્વામી ભગવાનનું પ્રાચીન મંદિર બિંદુ સરોવર ખાતે આવેલું છે જેનો મહિમા શિવપુરાણમાં વિસ્તૃત રીતે સમજાવ્યો છે તે પ્રમાણે બિંદુ સરોવર ખાતે આવેલા કાર્તિક સ્વામી ભગવાન કે જેઓ શિવ પુત્ર પણ છે તેમના દર્શન કરવા માટે કાર્તિક માસની અગિયારસથી પૂનમ સુધી તેમના મંદિરના દ્વાર ખોલવામાં આવે છે અને તે દરમિયાન જે ભક્તો તેમના દર્શન કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે. જો સૌભાગ્યવતી સ્ત્રી દર્શન કરે છે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે તેવી માન્યતા હોવાથી શ્રદ્ધાળુઓ તેમજ ભક્તો દૂરદૂરથી કારતક સુદ અગીયારસથી કારતક સુદ પૂનમ એમ પાંચ દિવસ સુધી દર્શન કરવા માટે આવે છે.

ગોર મંડળના કિરણ શાસ્ત્રી, અલ્કેશભાઇ પાધ્યા તથા કાર્તિક સ્વામી મંદિરના પુજારી આદિત્ય વ્યાસ જણાવ્યું હતું કે વર્ષમાં ફક્ત પાંચ દિવસ ખુલતા આ કાર્તિક સ્વામી મંદિરના દર્શન કરવા સરકારી ગાઇડલાઇન મુજબ દર્શનાર્થીઓ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ દિવસ બાદ આદા વર્ષ માટે મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...