તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઊંઝાથી છાપી સુધી લૂંટ અને ધાડનો ફરાર આરોપી ઝડપાયો

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણવાડામાં સિદ્ધપુર પોલીસની ટીમ ત્રાટકી
  • છ વર્ષથી નાસતા ફરતા શખ્સને જેલ હવાલે કરાયો

સિદ્ધપુર પોલીસે ગણવાડા ગામેથી ઊંઝાથી બનાસકાંઠાના છાપી સુધી લૂંટ અને ધાડના છ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લઈ જેલ હવાલો કર્યો છે.

સિદ્ધપુર પોલીસ નાસતા ફરતા ગુનેગારોને પકડવા પેટ્રોલિંગમાં હતી તે ત્યારે બાતમી મળેલ કે ઊંઝાથી બનાસકાંઠા જિલ્લાના છાપી સુધીના વિસ્તારમાં લૂંટ, ધાડ તથા ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો સિંધી (ડફેર) મીરખાન દલુ રહેમાન (રહે.ગણવાડા) હાલમાં ગણવાડા ગામની સીમમાં ઈટવાડા નજીક ફરે છે જેથી સિદ્ધપુર પોલીસે જુદી જુદી ટિમો બનાવી ઈંટવાડા નજીક જતાં આરોપી પોલીસની ગાડી જોઈ ભાગ્યો હતો. પણ તેને પોલીસે ગણવાડાની સીમમાંથી કોર્ડન કરીને પકડી પાડ્યો હતો અને જેલ હવાલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...