સિધ્ધપુર તાલુકાના સમોડા ગામે ગુરુવારે ગામની સીમમાં ખેતરે કામ કરી રહેલા ખેડૂતના ધ્યાને દીપડા જેવું પ્રાણી નજરે ચડતા તેને આ બાબતની જાણ ગ્રામજનોને કરતા ગ્રામજનોએ વન વિભાગના અધિકારીઓને આ બાબતે અવગત કરતા વન વિભાગના અધિકારી પ્રજ્ઞાબેન દેસાઈ સહિતની ટીમે ઘટના સ્થળે દોડી આવી સીમ વિસ્તાર ખૂંદી નાખ્યો હતો. પરંતુ કોઈ જગ્યાએ દીપડો કે કોઈપણ હિંસક પ્રાણી મળી આવ્યું નથી.
શુક્રવારે પણ વન વિભાગની ટીમે સમોડા ગામના સીમ વિસ્તારના એકએક ખૂણે તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ જગ્યાએ દીપડા જેવા હિસક પ્રાણીના વાવડ ન મળતા વન વિભાગના અધિકારી પ્રજ્ઞાબેન દેસાઈએ જણાવ્યું હતું કે દીપડા જેવું હિંસક પ્રાણી કદાચ અન્યત્ર ચાલી ગયું હોય તેવું લાગે છે. છતાં હાલમાં વન વિભાગની ટીમને સમોડા ગામની સીમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.વન વિભાગ દ્વારા સીમ વિસ્તારમાં હિંસક પ્રાણીને પકડવા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.