હૈયાવરાળ:પરિવારના વડીલોને વૃદ્ધાશ્રમમાં ના જવું પડે એ જ આજના સમયની માતૃવંદના : ગૃહ રાજ્ય મંત્રી

સિદ્ધપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુરમાં બે દિવસીય માતૃવંદના કાર્યક્રમમાં હર્ષ સંઘવીની વેદના

સિદ્ધપુર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં બે દિવસીય માતૃવંદના ઉત્સવનો મંગળવારે રાત્રે આરંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે લોકગાયિકા ગીતા રબારીએ માતૃ લાગણીના શબ્દોના સૂર રેલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી દ્વારા લોકોને માતા પિતાને સાચવા અને તેમની સેવાને જ સાચી માતૃવંદના ગણાવી હતી.

સિદ્ધપુર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તથા જીલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે માતૃવંદના ઉત્સવનો મંગળવારે સાંજે શુભારંભ થયો હતો. જેમાં જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં શહેર વાસીઓ ઉમટ્યા હતા.

પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારી દ્વારા માતૃમહિમાના લોકમુખે રમતા થયેલા ગીતોથી શરૂ કરી માતૃભક્તિ અને દેશભક્તિના ગીતો રજૂ કરી શ્રોતાઓને ડોલાવ્યા હતા. માતૃવંદના મહોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની સફળતાનો શ્રેય પોતાની માતાને આપી વંદન કરવા સાથે ઉપસ્થિત નગરજનોને કોઈપણ પરિવારના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે, એ જ સાચી માતૃવંદના હોવાની કહી માતા પિતાની સેવા કરવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...