લોકોમાં આનંદની લાગણી:દોલતપુર-સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સિદ્ધપુર સ્ટેશને 2 મિનિટનું સ્ટોપેજ મળ્યું

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુરથી અજમેર, જયપુર, પંજાબ અને હિમાચલ જવા માટે અનુકૂળ ટ્રેન

ઉત્તર પશ્ચિમ રેલ્વે દ્વારા ગુજરાતના અમદાવાદ-સાબરમતી સ્ટેશન અને હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં આવેલ દોલતપુર ચોક નામના સ્ટેશન વચ્ચે દૈનિક દોડતી દોલતપુર-સાબરમતી એકસપ્રેસને બન્ને મોડમાં આવતા જતાં સિદ્ધપુર સ્ટૉપેજ આપવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

આ ટ્રેન સાબરમતીથી મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ, અજમેર, જયપુર, અલવર થઈને હરિયાણાના રોહતક, જીંદ, કુરૂક્ષેત્ર, અંબાલા, ચંદીગઢ અને શિખોના પવિત્ર સ્થાન આનંદપુર સાહીબ જેવા 42 શહેરોને આવરે છે. ગુજરાત, રાજસ્થાન, હરીયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ એમ 5 રાજ્યોને જોડતી આ ટ્રેન કુલ 1378 કીમીનું અંતર કાપવા સાથે આ સમગ્ર રેલ રૂટ ઉપર આવતા સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા સહિત 42 સ્ટેશનોએ થોભે છે. રેલવેના સૂત્રોએ જણાવ્યું કે આ ટ્રેન નવી નથી પરંતુ પહેલા અઠવાડિયામાં ૩ દિવસ દોડતી હતી જેને રેલ્વેએ ગત તા.10 ઓગસ્ટ 2021થી દૈનિક કરવામાં આવી છે.

સાબરમતીથી દોલતપુર ટ્રેન નંબર 19717નો સિદ્ધપુર સ્ટેશને આવવાનો સમય સવારે 11:૧૮ કલાકનો છે તો દોલતપુરથી સાબરમતી તરફ દોડતી 19718 ડાઉન ટ્રેનનો સિદ્ધપુર ખાતે આવવાનો સમય બપોરે ૧૩:૦૦ કલાક એટલે કે એક વાગ્યાનો છે. સિદ્ધપુર સ્ટેશને બે મિનીટનો સ્ટૉપ છે. સિદ્ધપુરથી અજમેર, જયપુર, પંજાબ અને હિમાચલ જવા મુસાફરો માટે અનુકૂળ ટ્રેન છે.

અન્ય સમાચારો પણ છે...