તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરવાનગી:સિદ્ધપુરમાં તર્પણવિધિ માટે જિલ્લા કલેક્ટરે શરતી પરવાનગી આપી

સિદ્ધપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસ દ્વારા વિધિ બંધ કરાવતા ઘાટ સૂમસામ બની ગયો હતો - Divya Bhaskar
પોલીસ દ્વારા વિધિ બંધ કરાવતા ઘાટ સૂમસામ બની ગયો હતો
 • રાજકીય આગેવાનો અને ધાર્મિક લાગણીને માન આપી જાહેરનામા અંગે ફેર વિચારણા
 • કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ થશે તો દંડ અથવા તો પોલીસ ફરિયાદ થશે, વધુ ભીડ એકઠી થવા પર પાબંદી

સિદ્ધપુરમાં આવેલા પ્રસિદ્ધ બિંદુ સરોવર ખાતે થતી માતૃગયા શ્રાદ્ધ વિધિ અને સરસ્વતી નદીના તટે આવેલા માધુ પાવડીયા ઘાટે થતી પિતૃ તર્પણ વિધિ માટે શરતી પરવાનગી આપવામાં આવી છે. સોમવારથી છુટ અપાતાં વિધિ-વિધાન સાથે સંકળાયેલાઓ સહિત ભૂદેવોમાં આનંદની લાગણી વ્યાપી હતી.

જિલ્લા કલેકટર દ્વારા કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ થતો હોઈ પ્રથમ કારતક સુદ તેરસથી કારતક વદ બીજ સુધી એટલે કે 26 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અને ત્યારબાદ આ અવધિ પત્યા પછી બીજી ડિસેમ્બરથી 14 ડિસેમ્બર એમ સમગ્ર કારતક માસ દરમિયાન જ થતી આ વિધીઓ કરવા પર જાહેરનામું બહાર પાડી રોક લગાવાઇ હતી. પરંતુ સિદ્ધપુરમાં આવેલ બિંદુ સરોવર એ ભારતના ચાર મુખ્ય સરોવરોમાનું એક હોઈ અને સમગ્ર ભારતમાં માતૃશ્રાદ્ધ ફક્ત સિદ્ધપુરમાં જ થતું હોઈ ધાર્મિક લાગણીને માન આપી તર્પણવિધી માટે જિલ્લા કલેક્ટર દ્વારા શરતી મંજૂરી અપાઈ છે.

આ શરતોનું પાલન કરવાનું રહેશે
ફરજીયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરવું, દસ વર્ષથી ઓછા અને 60 વર્ષ કરતાં વધારે ઉંમરના માણસોએ વિધિના સ્થળે આવવું નહીં, એક જ સ્થળે વધારે લોકોએ એકઠા થવું નહીં, તર્પણ વિધિમાં પાંચથી વધારે વ્યક્તિઓએ એકઠા થવું નહીં, શહેરમાં દોડતી રીક્ષાઓમાં ફરજિયાત માસ્ક સાથે બે મુસાફરો, ટેક્ષી કેબમાં પણ ડ્રાઇવર સાથે ત્રણ મુસાફરો તેમજ પાનના ગલ્લા અને ખાણી-પીણીની લારીઓ તથા ફેરીયા ઉપર પ્રતિબંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો