ઓળખની તજવીજ:સિદ્ધપુરના સુજાણપુર રોડ પરના 60 ફૂટના કૂવા માંથી પુરુષનો મૃતદેહ મળ્યો

સિદ્ધપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર પાલિકા ફાટરબ્રિગેડની ટીમને મળેલી માહીતીના આધારે સિદ્ધપુર - સુજાણપુર રોડ ઉપર આવેલા અવાવરૂ 60 ફૂટ ઉંડા કુવામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહને બહાર કાઢીને સિદ્ધપુર પોલીસને સોંપ્યો હતો. ફાયર ટીમે તાત્કાલીક સ્થળ ઉપર પહોંચીને જે કુવામાંથી લાશ બહાર કાઢી તેમાં કેમીકલ ભરેલુ હતુ.

ફાયર ટીમના કપૂરજી ઠાકોરે આ કેમીકલવાળા કુવામાં ઉતરીને મૃતદેહ બહાર કાઢ્યો હતો.સિદ્ધપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી મૃતકની ઓળખની તજવીજ હાથ ધરી છે.પોલીસે લાશનો કબ્જો મેળવી આ શખ્સ કોણ છે અને કયાં નો છે અને તેની મોત કયા કારણોથી થયુ છે. તેના જવાબો શોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...